GODHARAGUJARATPANCHMAHAL

*એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી કરવા માંગતા વ્યક્તિઓએ તાલુકા પંચાયતનો સમ્પર્ક કરવો

 

ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

***********

*પંચમહાલ, સોમવાર ::*

સમગ્ર રાજ્યમાં અને પંચમહાલ જિલ્લામાં એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વે પ્રોજેક્ટ સમગ્ર જિલ્લામાં ખરીફ ૨૦૨૪ માં ખેડૂતોએ વાવેતર કરેલ મગફળી, કપાસ, સોયાબીન, દિવેલા, મગ, તુવેર, અડદ, તલ, મરચા, મકાઈ, ડાંગર, શાકભાજી, ઘાસચારાના પાકો, બાગાયતી પાકોનું ડિજિટલ ક્રોપ સર્વે ઓનલાઈન મારફતે ૨૬૨૪૬૬ સર્વે નંબર માં ખેડૂતોએ વાવેતર કરેલ પાકોનું સર્વે કરવામાં આવ્યું હતું.

રવિ સીઝન ૨૦૨૪-૨૫ માં પણ ખેડૂતોએ વાવેતર કરેલ પાકો જેવા કે ઘઉં, ચણા, મકાઈ, ડુંગળી, લસણ, શાકભાજી, ઘાસચારાના પાકો, બાગાયતી પાકોનો ડિજિટલ ક્રોપ સર્વે એપ્લિકેશન મારફતે આગામી તા.૩૧/૦૧/૨૦૨૫ સુધી ખેડૂતોએ વાવેતર કરેલ રવિ પાકોનો સર્વે કરવાનો થાય છે. તે માટે ગામના વ્યક્તિ (સર્વેયર) જે ટેકનિકલ મોબાઇલ એપનો જાણકાર હોય અને ફિલ્ડમાં જઈ શકે તેવા વ્યક્તિને જે તે ગામના વ્યક્તિ (સર્વેયર)ને એક સર્વે નંબરનો સફળ સર્વે કરવા બદલ રૂપિયા ૧૦ મહેનતાણું આપવામાં આવશે, તો એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી કરવા માંગતા વ્યક્તિ જે તે તાલુકા પંચાયતમાં બેસતા વિસ્તરણ અધિકારી (ખેતી) નો સંપર્ક કરવા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), પંચમહાલની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

વધુમાં વાવેતરની ગણતરીની ચોક્કસાઈ ૧૦૦% થવા, કુદરતી આપદાથી થયેલા નુક્સાનીનો સર્વે ઝડપી કરવા, પાકના ટેકાના ભાવ નક્કી કરવા, ખેડૂતોનું પાણીપત્રક ઓનલાઇન કરવા અને ખેડૂતલક્ષી નવી યોજનાઓ ઘડવામાં સહાયરૂપ જેવા સહિતના ફાયદાઓ ડિઝીટલ ક્રોપ સર્વેથી થાય છે તેમ યાદીમાં જણાવાયું છે.

*********

Back to top button
error: Content is protected !!