શહેરા નગર સ્વામિનારાયણ મંદિર ખાતે દિવ્યશાકોત્સવ ઉત્સવ ઉજવાયો

શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે દિવ્યે શાકોત્સવ ભવ્ય ઉજવણી કરવામાં આવ્યો હતો જેમાં ભગવાન સ્વામિનારાયણ લોયા ગામની અંદર સૌ પ્રથમ દિવ્ય શાકોત્સવની શરૂઆત કરવામાં આવ્યું હતું આજે પણ આપણા ધર્મની અંદર આજે પણ દરેક મંદિરોની અંદર દિવ્યે શાકોત્સવ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં શહેરા નગરમાં શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે તારીખ 29 12 20 24 રવિવાર ના રોજ દિવ્ય શાકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં સંત શ્રી હરિ સ્વરૂપદાસજી સ્વામીના કંઠે સત્સંગ સભા નું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને શહેરા નગરના સત્સંગ સમાજ દ્વારા દિવ્ય શાકોત્સવની આયોજન કરવામાં આવ્યું હતું અને શહેરા નગરના સત્સંગ સમાજ તેમજ સમસ્ત હિન્દુ સમાજ આ દિવ્ય સાકોત્સવ નો લાભ લીધો હતો અને આ દિવ્ય શાકોત્સવમાં રીંગણનું ભરતું બાજરીના રોટલા ઘી-ગોળ તેમજ અથાણું લીલા મરચા કઢી ખીચડી આમ મહાપ્રસાદીનો લાભ લીધો હતો





