ઉત્તરાયણ પર્વમાં અબોલ પક્ષીઓના જીવ બચાવવા માટે નવસારી જીલ્લામાં કંટ્રોલરૂમ તથા રેસ્કયુટીમ તૈનાત

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

કરુણા અભિયાન -૨૦૨૫ માટે વનવિભાગ દ્વારા તાલુકાક્ક્ષાએ કંટ્રોલ રૂમ શરુ કરવામાં આવ્યાં છે. જેમાં નવસારી/જલાલપોર તાલુકાકક્ષાનું કંટ્રોલ રૂમ- રેંજ ફોરેસ્ટ ઓફિસરશ્રી સુપા, જિલ્લા સેવા સદન બહુમાળી મકાન, પહેલો માળ, નવસારી. કંટ્રોલરૂમના અધિકારીશ્રી હીનાબેન પટેલ સંપર્ક નંબર (૦૨૬૩૭) ૨૫૯૮૨૩ (મો) ૯૭૨૬૬૨૦૪૦૯, ગણદેવી તાલુકા માટે રેંજ ફોરેસ્ટ ઓફિસરશ્રી ગણદેવી, ૧૦૪ દેવકૃપા કોમ્પ્લેક્ષ પેટ્રોલપંપ સામે, જય કિસાન હોસ્પીટલની બાજુમાં, ચાર રસ્તા ગણદેવી. કંટ્રોલ રૂમના અધિકારીશ્રી છાયાબેન પટેલ સંપર્ક નંબર (૦૨૬૩૪) ૨૬૨૧૪૫ (મો) ૭૦૬૯૯૬૨૮૩૧ , ચીખલી તાલુકા માટે ચીખલી રેંજ ફોરેસ્ટ ઓફિસરશ્રીની કચેરી, કંટ્રોલ રૂમના અધિકારી શ્રી હેતલબેન પટેલ– સંપર્ક નંબર ૦૨૬૩૪-૨૩૩૮૫૭ (મો) ૯૮૭૯૬૧૮૩૭૦ , ખેરગામ તાલુકા માટે ચીખલી રેંજ ફોરેસ્ટ ઓફિસરશ્રીની કચેરી – કંટ્રોલ રૂમના અધિકારી શ્રી બાબુભાઈ એમ પટેલ, સંપર્ક નંબર ૦૨૬૩૪-૨૩૩૮૫૭ (મો)૭૬૨૧૮૫૦૯૯૦ , વાંસદા તાલુકા માટે વાંસદા રેંજ ફોરેસ્ટ ઓફિસરશ્રીની કચેરી, કંટ્રોલ રૂમના અધિકારી શ્રી ચેતનભાઈ પટેલ, સંપર્ક નંબર ૦૨૬૩૦ -૨૨૨૦૬ (મો)૯૯૦૯૪૭૪૩૨૩ , શ્રી જયેન્દ્રસિહ રાઠોડ- સંપર્ક નંબર ૦૨૬૩૦-૨૨૩૮૫૦ (મો) ૯૯૭૯૩૪૭૭૭૭ પર સંપર્ક કરવો.નવસારી જિલ્લામાં કરુણા અભિયાનને સફળ બનાવવા માટે લોકોએ ઘાયલ પક્ષીઓ દેખાય તો તાત્કાલિક કરુણા અભિયનાના કંટ્રોલ સેન્ટર પર સંપર્ક કરવા નાયબ વન રક્ષક સામાજિક વનીકરણ વિભાગ, નવસારીની અખબારી યાદીમાં જણાવ્યું છે.


