GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBi:મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાના નવા રૂમ બાંધકામની મુલાકાત લેતા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા

 

MORBi:મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાના નવા રૂમ બાંધકામની મુલાકાત લેતા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા

 

 

મોરબીની સ્કૂલ ઓફ એક્સીલન્સ માધાપરવાડી કન્યા શાળાના નવા રૂમના બાંધકામનું નિરીક્ષણ કરતા ધારાસભ્ય

મોરબી, વિદ્યાર્થીઓને શાળામાં આવવું ગમે,રોકાવું ગમે,ભણવું ગમે એ માટે શાળાનું ભૌતિક અને ભાવાવરણ સુવિધાયુક્ત બને, શાળાઓમાં ઘટતી સુવિધાઓ પ્રાપ્ત થાય એ માટે પ્રધાનમંત્રી રાઈઝિંગ સ્કૂલ ઓફ ઇન્ડિયા અને સ્કૂલ ઓફ એક્સીલન્સ જેવી સ્કૂલો બનાવેલ છે. આ શાળાઓમાં ઘટતા વર્ગખંડ, સ્વચ્છતા સંકુલ,કમાઉન્ડ વોલ, તેમજ હયાત શાળાના રૂમોનું હેવી રીપેરીંગ વગેરે સિવિલ વર્કના કામો સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા પેકેજમાં કોન્ટ્રાક્ટ આપીને થતું હોય છે,સિવિલ વર્કનું કામ નિયમ મુજબ અને પ્લાન એસ્ટીમેન્ટ થાય એ માટે તાલુકાના ટેક્નિકલ રિસોર્સ પર્સન એન્જીનીયર તેમજ થર્ડ પાર્ટી અને ડિસ્ટ્રીકટ પ્રોજેકટ એન્જીનીયર દ્વારા સતત મોનીટરીંગ થતું હોય છે,અને કામ ગુણવત્તાયુક્ત,વ્યવસ્થિત અને સમયસર થાય એ માટે તંત્ર દ્વારા ખુબજ જહેમત ઉઠાવવામાં આવે છે.ત્યારે પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ચાર નવા રૂમનું બાંધકામ ચાલુ હોય,માધાપરવાડી વિસ્તાર જેના મતક્ષેત્રમાં આવતો એવા ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ શાળામાં ચાલતા બાંધકામ સાઈટની મુલાકાત લઈ, ચાલતા બાંધકામનું નિરીક્ષણ કરી,માલ મટીરીયલનું ચેકીંગ કરી શાળામાં થતી તમામ સિવિલ એક્ટિવિટી માટે કોન્ટ્રકટર સાથે ચર્ચા કરી તમામ કામગીરી માટે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ સંતોષ વ્યક્ત કર્યો હતો.કોન્ટ્રકટર,કડીયા અને મજૂરોને બિરદાવ્યા હતા.

Back to top button
error: Content is protected !!