ARAVALLIGUJARATMODASA

શામળાજી અણસોલ ચેકપોસ્ટ પર ચુસ્ત બંદોબસ્ત : 1 ASP, 3 DYSp, 11 PI, 24 PSI સહિત પોલીસ સ્ટાફ તૈનાત રહ્યો 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

શામળાજી અણસોલ ચેકપોસ્ટ પર ચુસ્ત બંદોબસ્ત : 1 ASP, 3 DYSp, 11 PI, 24 PSI સહિત પોલીસ સ્ટાફ તૈનાત રહ્યો

31 ડિસેમ્બર ને લઇને અરવલ્લી જિલ્લા પોલિસ સતર્ક બની હતી અને તકેદારીના ભાગરૂપે અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ વાહન ચેકિંગ તેમજ બ્રેથ એનેલાઈઝર દ્વારા તપાસ કરવામાં આવી હતી દારૂબંધીનો ચુસ્તપણે અમલ થાય, તે માટે ગુજરાતમાં પ્રવેશતા, તમામ રસ્તાઓ પર પોલિસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો .મોડાસા શામળાજી હાઈવે પર પોલિસની ટીમ દ્વારા આવતા જતાં વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું .આ સાથે જ વાહન ચાલકો દારૂ ઢીંચીને તો નથી આવ્યા ને, તે માટે બ્રેથ એનેલાઈઝર થી ચાલકોની તપાસ પણ કરવામાં આવી હતી

31 ડિસેમ્બર દિવસ  દરમિયાન પણ શામળાજી અણસોલ ચેકપોસ્ટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામા આવ્યો હતો 31 ડિસેમ્બર ને લઈ અરવલ્લી એસપી શામળાજી ચેકપોસ્ટપોહ્ચ્યા હતા જેમાં એસપી એ અણસોલ આંતરરાજ્ય ચેકપોસ્ટ ના ચેકીંગ નું નિરીક્ષણ કર્યું હતું અરવલ્લી જિલ્લામાં 31 ડિસેમ્બર ને લઇ કુલ 39 ચેકપોસ્ટ કાર્યરત કરાઈ હતી અંતરરાજ્ય 10 ચેકપોસ્ટ કાર્યરત હતી 29 આંતર જિલ્લા ચેકપોસ્ટ કાર્યરત કરાઈ હતી કુલ 520 કરતા વધુ પોલીસ સ્ટાફ ચેકપોસ્ટ પર કાર્યરત રહ્યો હતો 1 ASP, 3 DYSp, 11 PI,24 PSI સહિત પોલીસ સ્ટાફ તૈનાત કરાયો હતો વધુમાં 74 બ્રેથ એનલાયઝર,101 બોડીવોર્ન કેમેરા,નેત્રંગ ના 137 કેમેરા પણ કાર્યરત  કરાયા હતા આમ 31 ડિસેમ્બર ને લઇ અરવલ્લી જિલ્લા પોલિસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામા આવ્યો હતો

Back to top button
error: Content is protected !!