AHAVADANGGUJARAT

સાપુતારામાં 31ની ઉજવણીમાં મહારાષ્ટ્રમાંથી ડાંગમાં દારૂની હેરાફેરી ન થાય અને ચાંપતી નજર રાખવા માટે ડ્રોન સર્વેલન્સ વધારાયુ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-વાંસદા/ડાંગ
ડાંગ જિલ્લામાં નવા વર્ષની ઉજવણી અગાઉ દારૂની હેરાફેરી અને અનિચ્છિત બનાવોને રોકવા માટે જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણીયા અને નાયબ પોલીસ અધિક્ષક જયદીપ સરવૈયાનાં માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.આર.એસ.પટેલની ટીમ એલર્ટ મોડમાં જોવા મળી હતી.અને સાપુતારા પોલીસ મથક હદ વિસ્તારમાં કડક પગલા ભર્યા છે.સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.આર.એસ.પટેલનાં માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ દ્વારા સાપુતારા પોલીસ મથક હદ વિસ્તારમાં ડ્રોન કેમેરાથી સર્વેલન્સ રાખવામાં આવી રહ્યું છે.31 ફર્સ્ટની ઉજવણીને ધ્યાનમાં રાખીને સાપુતારા પોલીસે પોતાના સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવ્યા છે. ડ્રોન કેમેરા દ્વારા વિસ્તાર પર નજ૨ ૨ાખીને કોઈપણ પ્રકારની અનિચ્છિત ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે. આ સાથે જ પોલીસ પેટ્રોલિંગ પણ વધારવામાં આવ્યું છે.ત્યારે  નવા વર્ષની ઉજવણી શાંતિપૂર્ણ રીતે કરવામાં અને કોઈપણ પ્રકારની અનૈતિક પ્રવૃત્તિઓમાં સામેલ ન થાય તે માટે ડાંગ પોલીસ દ્વારા અપીલ કરવામાં આવેલ છે..

Back to top button
error: Content is protected !!