GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

પ્રાથમીક સારવાર કેવી રીતે કરશો?

*”ફર્સ્ટ એઈડ ટ્રેનિંગ કેમ્પ”*

ફર્સ્ટ એઇડ એટલે કે  પ્રાથમીક સારવાર એ એટલી જરૂરી હોય છે કે રેગ્યુલર સારવાર પહેલા તાત્કાલીક જ પ્રાથમીક સારવાર મળે તેનાથી દરદીઓનીબતકલીફ ઓછીબથય શકે કાં તો દરદીની સીરીયસતા મુજબ થોડીબરાહત થાય છે

કેમકે ઇજા ઉપર શું કરવુ?? પાટો કેમ બાંધવો? કાચુ પ્લાસ્ટર કેમ બાંધવુ? કૃત્રીમ શ્ર્વાસ કેમ આપવા ગુંગળામણ વકજતે શું કરવુ આગથી બચવા શું કરવુ ડુબતા ને કેમ બચાવાય વગેરે વગેરે ….પ્રાથમીક સારવાર અને ઉપાયો ખૂબ મહત્વના હોય છે કોઇની જીંદગી પણ બચી જાય કાં તો રાહત તો થઇ જ શકે છે

ગુજરાત સરકારના નિયમ મુજબ ડ્રાઈવર, કંડક્ટર, વગેરે માટે ફસ્ર્ટ એઈડની તાલીમ લેવી ફરજિયાત છે. આ ઉપરાંત કારખાના, ફેક્ટરીમાં કામ કરતા કારીગર માટે આ તાલીમ લેવી જરુરી છે. ઈન્ડિયન રેડ ક્રોસ જામનગર બ્રાન્ચ દ્રારા જાન્યુઆરી 2025 ના પ્રથમ અઠવાડિયામાં ફસ્ર્ટ એઈડ ટ્રેનિંગ સર્ટિફિકેટ કોર્સ શરુ કરવામાં આવશે. આ કોર્સમાં જોડાવવા ઈચ્છુક લોકોએ રેડ ક્રોસ ઓફિસ, નેશનલ સ્કૂલ, જામનગર ખાતે સાંજે 5 થી 6.30 સુઘી સંપર્ક કરવો અથવા મોબાઈલ નંબર 9428839420 પર વોટસઅપથી જાણ કરવી તેમ ભાર્ગવ ઠાકરની યાદી જણાવે છે

ઉલ્લેખનીય છે કે બિપીનભાઈ ઝવેરી, ચેરમેન રેડ ક્રોસ જામનગર ડો. અવિનાશભાઈ ભટ્ટ વાઈસ ચેરમેન રેડ ક્રોસ જામનગરના માર્ગદર્શનમાં રેડ ક્રોસની જામનગરમાં અવિરત સેવા છે

Back to top button
error: Content is protected !!