ગુજરાત રાજ્ય આંતર યુનિવર્સિટી સ્ટાફ રમત – ગમત મહોત્સવમા સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કર્મચારી ખેલાડીઓએ તમામ રમતોમા મેદાન માર્યુ
ગુજરાત રાજ્ય આંતર યુનિવર્સિટી સ્ટાફ રમત - ગમત મહોત્સવમા સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કર્મચારી ખેલાડીઓએ તમામ રમતોમા મેદાન માર્યુ

સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના માન. કુલપતિશ્રી ડો. આર. એમ. ચૌહાણના માર્ગદર્શન અને પ્રેરણાથી જુનાગઢ ખાતે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી અને ગુજરાત રાજ્ય યુનિવર્સિટી કર્મચારી રમત-ગમત અને સાંસ્કૃતિક મંડળના સયુંકત ઉપક્રમે ગત તારીખ ૨૬ થી ૨૮ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન ગુજરાત રાજ્ય આંતર યુનિવર્સિટી સ્ટાફ ક્રિકેટ, બેડમિન્ટન, ટેબલ ટેનીસ, ચેસ અને વોલીબોલ રમત – ગમત મહોત્સવનુ આયોજન કરવામા આવેલ હતુ. ગુજરાતની કુલ ૧૫ યુનિવર્સિટીઓના અંદાજિત ૪૦૦થી વધારે કર્મચારી ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાઓમા અત્રેની સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની ટીમે તમામ રમતોમા ભાગ લીધેલ યુનિવેર્સિટીની ટીમોએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરીક્રિકેટ, બેડમિંટન અને ટેબલ ટેનીસ સ્પર્ધાઓમા વિજેતા તેમજ વોલીબોલ સ્પર્ધામા ઉપવિજેતા બની સમગ્ર ગુજરાતમા યુનિવર્સિટીનુ નામ રોશન કરેલ છે, આમ અત્રેની સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ત્રણ રમતમા પ્રથમ અને એક રમતમા દ્રિતિય સ્થાન પ્રાપ્ત કરી ગૌરવ વધાર્યુ હતુ. આ બદલ યુનિવર્સિટીના માન. કુલપતિશ્રી ડો. આર. એમ. ચૌહાણ તથા તમામ યુનિવર્સિટી અધિકારીશ્રીઓએ ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા. સદર સ્પર્ધાઓમા ભાગ લેવા મોકલવા માટે નિયામકશ્રી, વિદ્યાર્થી કલ્યાણ અને તેમની ટીમે ખુબ જહેમત ઉઠાવેલ હતી.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ




