GUJARATJUNAGADHKESHOD

ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે પ્રેરિત કરવા આગવો અભિગમ : પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મની ખેડૂતોને કરાવવાતી મુલાકાત, ‘પ્રેરણા પ્રવાસ’ દરમિયાન પ્રાકૃતિક ખેતીની પ્રત્યક્ષ જાણકારી આપવાની સાથે કૃષિના ક્ષેત્રના આધુનિક જ્ઞાનથી ધરતી પુત્રોને કરાઈ છે વાકેફ

ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે પ્રેરિત કરવા આગવો અભિગમ : પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મની ખેડૂતોને કરાવવાતી મુલાકાત, 'પ્રેરણા પ્રવાસ' દરમિયાન પ્રાકૃતિક ખેતીની પ્રત્યક્ષ જાણકારી આપવાની સાથે કૃષિના ક્ષેત્રના આધુનિક જ્ઞાનથી ધરતી પુત્રોને કરાઈ છે વાકેફ

જન આરોગ્ય, પર્યાવરણ અને પ્રકૃતિ માટે હિતકારી પ્રાકૃતિક કૃષિના વ્યાપ વધારવા માટે એક આગવા અભિગમ સાથે જૂનાગઢ જિલ્લામાં ખેડૂતોના પ્રેરણા પ્રવાસ યોજવામાં આવી રહ્યા છે. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સહયોગ અને આત્મા પ્રોજેક્ટ જૂનાગઢ દ્વારા આયોજિત ‘પ્રેરણા પ્રવાસ’ દરમિયાન ખેડૂતોને ખાસ કરીને પ્રાકૃતિક ખેતીમાં જેમણે સફળતા હાંસલ કરી છે અને તેના મીઠા ફળ પણ પ્રાપ્ત કર્યા છે તેવા ખેડૂતોના મોડલ ફાર્મની મુલાકાત કરાવવામાં આવે છે. જેથી ખેડૂતો પ્રાકૃતિક ખેતીની પ્રત્યક્ષ જાણકારી મેળવવાની સાથે તેના પ્રશ્નોનું સમાધાન પણ મેળવે છે. આ પ્રવાસ દરમિયાન ખેડૂતો ખેતી ક્ષેત્રના નવીન પ્રયોગો અને ખેતીના અનુભવોની પરસ્પર આપ- લે પણ કરે છે. જૂનાગઢ જિલ્લામાં હાલ સુધીમાં ૧ દિવસીય ૩૮ જેટલા પ્રેરણા પ્રવાસ યોજવામાં આવ્યા છે, જ્યારે જિલ્લા બહાર એટલે કે ગુજરાત રાજ્યમાં ૩ જેટલા પ્રવાસ ખેડૂતોને કરાવવામાં આવ્યા છે. આ પ્રવાસ ત્રણથી ચાર દિવસનો રહેતો હોય છે. ખેડૂતોના આ પ્રવાસનો તમામ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા વહન કરવામાં આવે છે. પ્રેરણા પ્રવાસ દરમિયાન ખેડૂતોને કૃષિ યુનિવર્સિટી, સંશોધન કેન્દ્ર, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કે ખેડૂતોને કૃષિ ક્ષેત્રનું આધુનિક જ્ઞાન મળી રહે તેવી સંસ્થાઓની પણ મુલાકાત કરાવવામાં આવે છે. જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી નિતીન સાંગવાનના માર્ગદર્શનમાં આત્મા પ્રોજેક્ટ જૂનાગઢના ડાયરેક્ટર શ્રી દિપક રાઠોડ, ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી સંદીપ પરમાર અને જિલ્લાની આત્મા પ્રોજેક્ટની સમગ્ર ટીમ પ્રેરણા પ્રવાસ યોજવા અને જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે સતત જહેમત ઉઠાવી રહી છે

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!