ANANDUMRETH

ઉમરેઠ ખાતે ૪૨૦ લીટર ડીઝલના જથ્થા સાથે બે શખ્સોની ઉમરેઠ પોલીસે કરી ધરપકડ.

પ્રતિનિધિ:ઉમરેઠ
તસ્વીર:કુંજન પાટણવાડીયા

પ્રાપ્ત માહિતી મુજબ ઉમરેઠ પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે જલારામ સોસાયટી પાસેથી એક કારમાં ચોરી કે છલકપટથી લવાયેલા ૪૨૦ લીટર ડીઝલ ના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ઘરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસને માહિતી મળી હતી કે, જલારામ સોસાયટીના પાકીંગમાં બે શખ્સો કાર નંબર જીજે-૨૩, એચ-૭૪૩૫ની લઈને ઉભા છે અને તેમાં કારબામાં ડીઝલનો જથ્થો ભરેલો છે. જેથી પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને કાર સાથે બન્ને શખ્સોને ઝડપી પાડીને નામઠામ પુછતાં ઈમરાનભાઈ અહેમદભાઈ વ્હોરા રિ. ઉમરેઠ, જલારામ સોસાયટી)અને આરીફખાન ઐયુબખાન પઠાણ (૨.ઓડ બજાર, ઉમરેઠ)ના હોવાનું જણાવ્યું હતુ.પોલીસે કારની તલાશી લેતા અંદરથી ૩૫ લીટરના કુલ ૧૨ કારબા ડીઝલ ભરેલા મળી આવ્યા હતા. જે બાબતે બીલ કે આધાર પુરાવાની માંગણી કરતા બન્ને ઇસમો ગલ્લાતલ્લા કરવા લાગ્યા હતા જેથી પોલીસે કુલ ૪૨૦ લીટર ડીઝલ જેની કિંમત ૩૭૮૦૦ રૂપિયા જેટલી થવા જાય છે તેમજ કાર સાથે કુલ ૧.૩૭ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ રાત્રી દરમ્યાન હાઈવે ઉપર તેમજ વિવિધ રસ્તાઓ ઉપર પાર્ક થતી ટ્રકો, આઈશર ટેમ્પા સહિતના વાહનો માંથી ડીઝલ ચોરી કરવામાં આવે છે તેમ આ પકડાયેલ આટલો બધો ડીઝલનો જથ્થો ચોરી કરીને એકત્ર કરેલ છે કે કેમ?સૂત્રોની માહિતી મુજબ ડીઝલ ચોરીનું મોટુ રેકેટ બહાર આવવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.ઉમરેઠ પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!