AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં શિવારીમાળ ગામ ખાતે આવેલ વૈદહી સંસ્કૃતિ ધામ ખાતે સંત સંમેલન યોજાયુ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-વાંસદા/ડાંગ
ડાંગ જિલ્લાનાં શિવારીમાળ ખાતે આવેલ વૈદહી સંસ્કૃતિ ધામ ખાતે સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં મોટી સંખ્યામાં સંત – મહંતો હાજર રહ્યા હતા.પ્રભુ શ્રી રામના પગલા જ્યા પડ્યા છે તેવી માતા શબરીની પાવન ભૂમિ દંડકારણ્ય એટલે કે ડાંગ જિલ્લામાં હિન્દૂ સંસ્કૃતિની રક્ષા કરવા માટે દર વર્ષે  સંત સંમેલનનું આયોજન કરવામાં આવે છે.ત્યારે આ વર્ષે વઘઇ તાલુકાનાં શિવારીમાળ ખાતે આવેલ વૈદહી સંસ્કૃતિ ધામ ખાતે સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતુ.વૈદેહી સંસ્કૃતિ ધામ આશ્રમમાં વર્ષના પ્રથમ દિવસે સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ વિરાટ સંમેલનમાં પૂર્વે બે દિવસ સુધી હરિનામ કીર્તન, ભજનોની રમઝટ બોલાવવામાં આવી હતી.જેમાં ડાંગ જિલ્લાની 51 થી વધુ ભજન મંડળીઓએ ભાગ લીધો હતો અને   સંતોના આશીર્વાદ લીધા હતા. પૂજ્ય કમલનયન મહારાજે આ કાર્યક્ર્મનો મુખ્ય ઉદેશ રાષ્ટ્રની સુરક્ષા હોવાનું જણાવ્યું હતુ. દેશ અને દુનિયામાં અંગ્રેજી કેલેન્ડરના આખરી દિવસ એટલે કે 31 ડીસેમ્બરના રોજ રાત્રીના સમયે લોકો ડાન્સ પાર્ટી સાથે ઉજવણી કરતા હોય છે. ત્યારે ડાંગ જિલ્લાના વૈદેહી સંસ્કૃતિ ધામ ખાતે સંત સંમેલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એક તરફ દેશમાં પશ્ચિમી સંસ્કૃતિના અવલોકન સાથે નવા વર્ષની ઉજવણી ચાલતી હોય ત્યા પ.પૂ.યશોદા દીદીના જણાવ્યા મુજબ હિન્દૂ સનાતન ધર્મ અનુસાર નવુ વર્ષ ચૈતર મહિનામાં આવે છે.અહીંયા લોકો પ્રકૃતિની પૂજા કરનારા સનાતન સંસ્કૃતિને માનનારા છે, જેઓ રસ્તો ભૂલી ગયા છે જેમને પોતાની સંસ્કૃતિ યાદ કરાવવા માટે બે દિવસનો કાર્યકમ રાખવામાં આવ્યો છે.ભાગ લેનાર ભજનિકોને પ્રોત્સાહિક ઇનામો આપી તેમનું સન્માન કરવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમમાં જેમાં રામ જન્મભૂમિ અયોધ્યા મંદીરના ઉતરાધિકારી કમલનયન મહારાજ ,પૂજ્ય પી.પી. સ્વામી, પૂજ્ય અનેકરૂપી મહારાજ બિલમાળ ધામ , બ્રાહ્મવાદીની પૂજ્ય હેતલદીદી, પૂજ્ય સાધ્વી યશોદા દીદી સહિત અનેક સંતો મહારાજ ઉપસ્થિત રહ્યા હતા.ત્યારે  આ કાર્યક્રમને સફળ બનાવવા વૈદેહી સંસ્કાર ધામના પૂજ્ય સત્યવાન ગુરુજી ,જીવાબાબા , રતન ચૌધરી, મોતીરામ બાબા, વગેરે એ જહેમત ઉઠાવી હતી..

Back to top button
error: Content is protected !!