જામનગરના સ્ટુડન્ટની નવીદિલ્હી પરેડ માટે પસંદગી

NCC ગુજરાત બટાલીયન
*
જામનગર તા.૧ જાન્યુઆરી,
જામનગર આઈ.ટી.આઈ.ના તાલીમાર્થી અને ૨૭-ગુજરાત બટાલિયન એન.સી.સી. જામનગરના કેડેટ સોઢા ક્રિશ્નપાલસિંહ હકુભાની આગામી તા.૨૬ જાન્યુઆરીના રોજ દિલ્હી ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં યોજાનાર પરેડ માટે પસંદગી કરાઈ છે. તેઓ આગામી ૨૬મી જાન્યુઆરી ૨૦૨૫, પ્રજાસત્તાકદિન પરેડમાં દિલ્હી ખાતે ઉપસ્થિત રહી જામનગર એન.સી.સી.નું પ્રતિનિધિત્વ કરશે.
આ પરેડમાં ભાગ લેવા જનાર કેડેટને રાષ્ટ્રપતિશ્રી તથા વડાપ્રધાનશ્રી દ્વારા આયોજીત ભોજન સમારંભ માટે પણ નિમંત્રણ મળ્યું છે. સોઢા ક્રિશ્નપાલસિંહને એન.સી.સી. પી.આઈ. સ્ટાફ, સીનીયર કેડેટ તથા લેફ્ટનન્ટ રમેશજોષીએ તાલીમ આપી હતી. તેમજ સંસ્થાના પ્રિન્સીપાલશ્રી આર. એસ. ત્રિવેદી તથા જે. આર. શાહ તેમજ ૨૭-ગુજરાત બટાલિયન એન.સી.સી.ના CO કર્નલ મનીષ દેવરેએ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી છે તેમ જામનગર જીલ્લા માહિતી કચેરી ના.મા.નિ. સોનલબેનના માર્ગદર્શન હેઠળ સિનિયર સબ એડીટર પારૂલ કાનગળનો રિપોર્ટ જણાવે છે
*++++*



