GUJARATNAVSARINAVSARI CITY / TALUKO
ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરીનું સ્થળાંતર ઓમ ગેલેક્ષી-અગ્રવાલ કોલેજ રોડ નવસારી ખાતે કરવામાં આવ્યું.
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરી, જુના જિલ્લા સેવા સદન, સી બ્લોક, પહેલો માળ, જુનાથાણા ખાતે કાર્યરત હતી. તા.૦૧/૦૧/૨૦૨૫ થી ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, પ્રાદેશિક કચેરી, ઓમ ગેલેક્ષી, ત્રીજો માળ, મોતીનગર-૩ ની સામે, અગ્રવાલ કોલેજ રોડ, નવસારી ખાતે સ્થળાંતર કરવામાં આવી છે. જેની નવસારી જિલ્લાની જાહેર જનતાને નોંધ લેવા પ્રાદેશિક અધિકારી, નવસારીની અખબારી યાદીમાં જણાવાયું છે.