બાબા સાહેબ આંબેડકર વિશે અપમાનજનક ટિપ્પણી કરવા મામલે શિનોર મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

ફૈઝ ખત્રી... શિનોર ગત તારીખ 17 - 12 - 2024 ના રોજ દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદની અંદર બંધારણ વિષય પર ચર્ચા કરતાં બાબા સાહેબ પર અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી હતી.ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડોકટર બાબા સાહેબ આંબેડકર વિશે અપમાનજનક કરવામાં આવેલ ટિપ્પણી ના મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ માફી માંગે તેવી માંગ સાથે આજરોજ શિનોર તાલુકા સેવાસદન કચેરી ખાતે મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ એડવોકેટ મિનેશ પરમારની આગેવાનીમાં અલગ અલગ સંગઠનો દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ માફી માંગે તેમજ ઝઘડિયા અને મહારાષ્ટ્રમાં બનેલ ઘટના ના આરોપી સામે કાર્યવાહી કરવા સહિતના અલગ અલગ મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.ત્યારે ડોકટર બાબા સાહેબ આંબેડકર વિશે અપમાનજનક ટિપ્પણી મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ માફી નહિ માંગે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

Back to top button
error: Content is protected !!