
તા.૦૧.૦૧.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:કુંદાવાલા હાયર સેકન્ડરી સ્કૂલમાં બાળકોના માઈન્ડ પાવરની સાથે મસલ્સ પાવરનો વિકાસ થાય તે શુભ આશયથી રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું
દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત આર એન્ડ એલ પંડ્યા હાઇસ્કુલ અને એસ.એમ કુંદાવાલા હાયર સેકન્ડરી સ્કૂલમાં તારીખ ૩૧. ૧૨.૨૦૨૪ ના રોજ બાળકોના માઈન્ડ પાવરની સાથે મસલ્સ પાવરનો વિકાસ થાય તે શુભ આશયથી રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય મહેમાન દાહોદના જાણીતા તબીબ ડો. એન.એન.નાગર સાહેબ,અતિથિ વિશેષ શાળાના ભૂતપૂર્વ આચાર્ય જે.એલ. ચાવડા સાહેબ તથા નવજીવન વિદ્યા સંકુલ ગુજરાતી માધ્યમ શાળાઓના ડાયરેક્ટર ડો.રાજભાઈ પટેલ સાહેબ હતા. શાળાના આચાર્યા નિતીક્ષાબેન પટેલ દ્વારા મહેમાનઓનો પરિચય અને શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.ખિલાડીઓ દ્વારા માર્ચ પાસ , અધ્યક્ષ દ્વારા ખેલ ધ્વજારોહણ તેમજ મશાલ પ્રજ્વલિત કરી રમતોત્સવ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. સ્વર્ગીય ઓ.જી.દેસાઈ રમતોત્સવ માં ૧૦૦ મી ૨૦૦ મી,૪૦૦ મી,૪૦૦ મી રિલે દોડ ,કબડ્ડી,ખો-ખો, ચેસ, ગોળા ફેંક ,સંગીત ખુરશી,લીંબુ ચમચી વગેરે જેવી ૧૦ રમતોમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના ૩૬૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. દરેક રમતના પ્રથમ ત્રણ વિજેતા વિદ્યાર્થીઓને અનુક્રમે ગોલ્ડન,સિલ્વર અને બ્રોન્ઝ મેડલ તથા સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના સિનીયર શિક્ષક કે.ડી. લીમ્બાચીયા અને ગાયત્રીબેન સુથારે કર્યું હતું . આભાર વીધિ શ્રી યુ.આર.દરજીએ કરી હતી.બાળકોએ ખૂબ જ આનંદપૂર્વક અને ઉત્સાહથી રમતમાં ખેલદિલી પૂર્વક ભાગ લીધો હતો. શાળાના શિક્ષકમિત્રોએ પોતાનું યોગદાન આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો





