BANASKANTHAGUJARATPALANPUR
પાલનપુર તાલુકાના જગાણા ગામની પુત્રવધુએ સી.એ ની પરીક્ષા પાસ કરી

2 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
જગાણાના વતની ચૌધરી ભૂપેન્દ્રભાઇ ગલબાભાઇની પુત્રવધુ સૃષ્ટિ આકાશ ચૌધરીએ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા લેવાયેલી ચાર્ટર્ડ એકાઉન્ટન્સી (CA) ની પરીક્ષા ૨૦૨૩-૨૪ માં સફળતાપૂર્વક પાસ કરી છે.તે ગૌરવની બાબત છે આ સફળતામાં એના પરિવારનો મોટો ફાળો છે CA ની ડિગ્રી પ્રાપ્ત કરીને ચૌધરી સમાજ અને ગામનું ગૌરવ વધાર્યું છે, પરંતુ સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરૂં પાડ્યું છે. સૃષ્ટિની સફળતા માટે મહેનત, સમર્પણ અને નિષ્ઠા ખરેખર પ્રશંસનીય છે. પરિવાર અને સમાજ તેમજ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. જગાણા ગામ અને સમગ્ર ચૌધરી પરિવાર તે માટે ખૂબ જ ગર્વ અનુભવે છે. સી.એ ની પરીક્ષા બહુ મુશ્કેલ હોય છે. સૃષ્ટિ સપના ને સાકાર કરવા માટે તનતોડ મહેનત કરી એનું આ સફળતા નું પરિણામ છે.




