BANASKANTHAGUJARATPALANPUR

સ્વ.પિતાજી ની યાદમાં શ્રદ્ધાંજલિ આપવા પુત્ર એ બનાસ એન.પી.પ્લસ સંસ્થા ના એચ.આઈ.વી પોજીટીવ બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યા

2 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

નવા વર્ષ ની નવી શરૂઆતનવી સેવા.નવા વિચારો
HIV પોજીટીવ બાળકો સાથે અનોખી ઉજવણી
બનાસ એન.પી પ્લસ સંસ્થા દ્વારા જીવદયા ફાઉન્ડેશન ના ચેરમેન ઠાકોરદાસભાઈ ખત્રી અને તેમની ટિમ ના સહયોગ થી સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે એચ.આઈ.વી પોજીટીવ બાળકોને શિયાળા માં સ્વેટર વિતરણ કરી અનોખી રીતે અંગ્રેજી નવા વર્ષ ની ઉજવણી કરવામાં આવી.
આજે રોજ પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે બનાસ એન.પી પ્લસ સંસ્થા અંતર્ગત કાર્યરત સમગ્ર પ્રોજેક્ટ દ્વારા અને દાતાશ્રી જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી ના સહયોગ થી નવા વર્ષ ની અનોખી ઉજવણી કરવામાં આવી જેમાં દાતા શ્રી પરાગભાઇ સ્વામી એ એમના પિતાજી સ્વ.આત્મારામ ખાંનચંદાની યાદ માં બાળકોને સ્વેટર વિતરણ કરી અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી સાથે જીવદયા ફાઉન્ડેશન ના ચેરમેન ઠાકોરદાસ ખત્રી – ભાવેશભાઈ ખત્રી અને પિન્કીબેન પરીખ દ્વારા ત્રીસ એચ.આઈ.વી પોજીટીવ બાળકો ને શિયાળા ની કડ કડતી ઠંડી માં સ્વેટર વિતરણ કરવામાં આવ્યું* આ કાર્યક્રમ માં ખાસ એ હાજરી આપી બાળકો ને અંગ્રેજી નવા વર્ષ ની શુભકામના પાઠવી જે સમગ્ર કાર્યક્રમ નું કોડીનેસન બનાસ એન.પી પ્લસ સંસ્થા ના સેક્રેટરી અને સમગ્ર પ્રોજેક્ટ ના પ્રોગ્રામ મેનેજર નરેશભાઈ સોની દ્વારા કરવામાં આવ્યું સાથે સમગ્ર પ્રોજેક્ટ પાલનપુર ના CLH નવનીતભાઈ મકવાણા , પાલનપુર ના CLH સંગીતાબેન કિરી તેમજ સમગ્ર પ્રોજેક્ટ ની ટીમ સાથે રહી કાર્યક્રમ નું સુંદર આયોજન કરવામાં આવેલ

Back to top button
error: Content is protected !!