Navsari; સગીરા પર 5 કલાકમાં ત્રણ વખત દુષ્કર્મ ગુજારનાર નરાધમ મોહમ્મદ સાદિકને નવસારીની પોકસો કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારીમાં વર્ષ 2021માં 16 વર્ષની સગીરા ઉપર દૂષ્કર્મ ગુજારવાના કેસમાં મોહમ્મદ સાદિક ખત્રી નામના 35 વર્ષીય આરોપીને નવસારીની સ્પેશિયલ પોક્સો કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. ન્યાયાધીશ ટી.એસ. બ્રહ્મભટ્ટ દ્વારા પીડિતાની સાથે થયેલ સતામણી નૈતિક ક્ષતિનું કૃત્ય હતું.જ્યારે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે તેની પાસેથી સેક્સ વર્ધકની ગોળીઓ મળી આવી હતી.આ શખ્સની વિકૃત માનસિકતા ધરાવે છે.હાલમાં કોર્ટ તેને આજીવન કેદની સજા ફટકારી છે.
પ્રાપ્ત માહિતી મુજબ વલસાડ જિલ્લા પારડી તાલુકામાં રહેતી એક સગીરાને સોશિયલ મીડિયામાં ભિવંડીના એક વ્યક્તિ સાથે મુલાકાત થયા બાદ તેની સાથે સગીરા વાતચીત કરી રહી હતી દરમિયાન તેણે તેને મળવાનું નક્કી કર્યું હતું અને તેને મળવા તે જતી હોય ત્યારે વાપી રેલ્વે સ્ટેશન પર મુસાફરી દરમ્યાન તેનો પરિચય મોહમ્મદ સાદિક ખત્રી સાથે થયો હતો જેણે તેણીને ખોટી ખાતરી આપી મોહંમદ સાદિક ખત્રી તેણીને બળજબરીથી ઉતારી નવસારીમાં એકાંત સ્થળે લઈ ગયો હતો અને થોડાક સમય માજ તેની પર ત્રણ વખત બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારપછી તેને મુંબઇ જતી ટ્રેનમાં બેસાડવામાં આવ્યો હતો.યુવતી વસઈ ખાતે ઉતરી તેના મામા બોલાવી 24 ઓક્ટોમ્બરે યુવતીની માતા એ આરોપીઓ વિરૂદ્ધ કેસ નોંધાવ્યું હતું પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ કરતા મોહંમદ ખત્રી પાસે સેક્સ વર્ધક ગોળીઓ મળી આવી હતી. TIOના અહેવાલ મુજબ વકીલે કહ્યું હતું કે પાલીસે ઘટના સ્થળેથી સગીરાના વાળ,હેરપીન અને વિવિધ જગ્યાઓ પર સીસીટીવી ફૂટેજ મેળવ્યા છે.કોર્ટે વધતી જતી જાતીય હિંસા અને બળાત્કાર જેવી ઘટનાઓને રોકવા આરોપીને હાલે આજીવન સજા ફટકારી છે.




