SABARKANTHA

એકમ કસોટી સંદર્ભે શાળાઓને પડતી તકલીફ સંદર્ભે કેટલીક રજૂઆતો

અહેવાલ:- પ્રતિક ભોઈ

એકમ કસોટી સંદર્ભે શાળાઓને પડતી તકલીફ સંદર્ભે કેટલીક રજૂઆતો

ગુજરાત રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓનું સતત મૂલ્યાંકન થતું રહે તે માટે માધ્યમિક અને ઉ.મા.શાળાઓમાં એકમ કસોટી લેવાની શરૂઆત કરવામાં આવી છે .જે ખૂબ પ્રશંસનીય કાર્ય છે. તે બદલ બોર્ડને અભિનંદન પાઠવું છું. પરંતુ એકમ કસોટી લેવામાં એના મૂલ્યાંકનમાં અને એની ઓનલાઈન એન્ટ્રી કરવામાં નાની અને મોટી શાળાઓને અનેક પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે .જે અંગે કેટલીક બાબતોમાં જ સુધારો કરવામાં આવે તો ઘણા બધા પ્રશ્નોનું સમાધાન થઈ શકે તેમ છે.

એકમ કસોટી આચાર્યશ્રી 24 કલાક પહેલા મેળવી શકે તેવી વ્યવસ્થા હોવી જોઈએ. જેથી જે તે વિષય શિક્ષકને એકમ કસોટી ની પ્રશ્ન બેંક જે છે. તેમાંથી પ્રશ્નો સિલેક્ટ કરવાની અને પ્રશ્નપત્ર તૈયાર કરવાની અને એની ઝેરોક્ષ કરાવી અને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાની એક આખી પ્રક્રિયા કરવા માટે જે સમય જોઈએ છે .તે અત્યારે મળતો નથી .તેના કારણે ઘણી બધી દોડધામ અને અવ્યવસ્થા ઊભી થાય છે. કદાચ નાની શાળાઓ અથવા એક વર્ગની શાળાઓ આ વર્તમાન વ્યવસ્થા મુજબ કદાચ કામ કરી શકે .પણ એક કરતાં વધુ વર્ગો વાળી અને વધારે સંખ્યા વાળી શાળાઓ ખૂબ મોટી સમસ્યા અનુભવે રહી છે .તો તે અંગે યોગ્ય કાર્યવાહી કરવાની જરૂર છે.

એકમ કસોટીની પ્રશ્ન બેંક વર્ડ ફાઇલમાં જ આપવામાં આવે તો શિક્ષક એમાંથી કટપેસ્ટ કરીને ઝડપથી પેપર તૈયાર કરી શકે તેમ છે .તો પીડીએફ ફોર્મ માં ન આપતા વર્ડ ફાઇલ આપવાનું આયોજન કરવામાં આવે તો પણ એ સમસ્યાનો ઉકેલ ઝડપથી લાવી શકાય તેમ છે. તો આ અંગે યોગ્ય વિચારણા થવા અને યોગ્ય નિર્ણય થવા જોઈએ તેવો સરકારે નિર્ણય લેવો જોઈએ

Back to top button
error: Content is protected !!