BHARUCHGUJARAT

વાગરા: સાયખા GIDCમાં કેમિકલ ભરેલું ટેન્કર પલટી ગયું, કંપની સત્તાધીશો તાબડતોડ સ્થળ ઉપર દોડી ગયા

સમીર પટેલ, ભરૂચ

ગતરોજ રાત્રીના લગભગ 9 વાગ્યાની આસપાસ સારણ-સાયખા માર્ગ પર એક કેમિકલ ભરેલ ટેન્કર પલ્ટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. ઘટનાને પગલે ભારે ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. વાગરા પોલીસે સ્થળ ઉપર પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

વાગરા તાલુકામાં આવેલ દહેજ જીઆઇડીસીની શિવા ફાર્મા કંપનીમાંથી એક ટેન્કર થિયોનાઇલ ક્લોરાઇડ નામનું કેમિકલ ભરીને સાયખા જીઆઇડીસીમાં આવેલી ધર્મજ ફાર્મા કંપનીમાં જઇ રહ્યું હતું. તે દરમિયાનમાં સાયખા જીઆઇડીસી પાસેથી પસાર થતી વેળાં કોઇ અગમ્ય કારણોસર ડ્રાઇવરે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતાં ટેન્કર બેકાબુ બનીને રોડની સાઇડમાં પલટી ગયું હતું. અકસ્માતને પગલે ટેન્કરમાંથી કેમિકલ લિકેજ થાય તો આસપાસના લોકોને હાનિ થાય તેવી ભિતી સેવાતાં એકસમયે લોકોમાં ભારે દોડધામ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં વાગરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.બી ફુલતરિયા તેમજ તેમની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી. પલ્ટી ખાઈ ગયેલ ટેન્કરને ઉભું કરવા માટે 2 ક્રેઇન તેમજ એક જેસીબી મશીનની મદદ લેવાઈ હતી. ભારે જહેમત બાદ ટેન્કરને બહાર કાઢવામાં આવ્યું હતું. જે બાદ સબસહિસાલમત જણાતાં ટેન્કરને રવાના કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!