અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
પૂજ્ય નરસિંહભાઈ ભાવસારની 109 મી જન્મ જયંતીની ઉજવણી સર્વોદય આશ્રમ નૂસિંહ ધામ ખાતે કરાઈ
20 મી સદીના મહામાનવ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના આદિવાસી સમાજના ઉદ્ધારક, ગરીબોના બેલી પૂજ્ય નરસિંહભાઈ ભાવસારની 109 મી જન્મ જયંતી આજરોજ સર્વોદય આશ્રમ નૂસિંહ ધામ ખાતે સંસ્થાના સંચાલક સોનજીભાઈ બારીયા સાહેબ ના અધ્યક્ષ સ્થાને યોજાઈ, આમંત્રિત મહેમાનો તેમજ સંસ્થાના સૌ ટ્રસ્ટીઓ,સલાહકારઓ ઉપસ્થિત રહ્યા સંસ્થાના ટ્રસ્ટી વિદ્યાસાગરભાઈ નીનામાએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત તેમજ સંસ્થાની પ્રાસ્તાવિકતા રજૂ કરી હતી, પૂજ્ય મોટાભાઈ ની યાદ માં સંસ્થા દ્વારા ચાલતા વિવિધ વિભાગો ના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ કુંડોલ હાઇસ્કુલના આચાર્ય કમલેશભાઈ પટેલ, પંકજભાઈ પ્રજાપતિ, ડૉ.સિધ્ધરાજભાઈ સોલંકી દ્વારા પૂજ્ય મોટાભાઈના જીવન કવન વિશે પ્રકાશ પાડ્યો હતો સમારંભ ના અધ્યક્ષ સોનજીભાઈ બારીયાએ સૌને આશીર્વાદ પાઠવી સંસ્થાને ઉપયોગી થવાની ખેવાના વ્યક્ત કરી હતી, આ સમગ્ર પ્રોગ્રામમાં વિજયનગર, ભિલોડા, મેઘરજ તાલુકાની સંસ્થા સંચાલિત શાળાઓમાંથી વિદ્યાર્થીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં શાળા કક્ષાએ ભાગ લેનાર સ્પર્ધાઓમાં પ્રથમ વિજેતાઓને દાતા સુનિલભાઈ ગામેતી દ્વારા ઇનામ તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા કાર્યક્રમની આભાર વિધિ અમૃતભાઈ નીનામા દ્વારા કરવામાં આવી હતી, સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન હિતેશભાઈ પટેલ તેમજ રાજેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.