ભરુચના તાપમાનમાં ફેરફાર:સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ, આગામી દિવસોમાં પુનઃ ઠંડીનો અહેસાસ થશે

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લામાં દિવસ દરમિયાન લોકોને ગરમીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે.ત્યારે આગામી દિવસોમાં ઠંડી પડવાની આગાહી હવામાન વિભાગે આપી છે.જોકે આજના દિવસનું તાપમાન 32 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતાઓ રહેલી છે.
ભરૂચ જિલ્લામાં ઘણા દિવસથી સવારે ઠંડી તો બપોરના સમયે ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે.જોકે આગામી દિવસમાં ફરી ઠંડી વધવાની પણ શક્યતા છે. હવામાનની આગાહી મુજબ આગામી પાંચ દિવસ દરમિયાન જિલ્લામાં હવામાન આંશિક ભેજ વાળું ચોખ્ખું આકાશ રહેવાની શક્યતા છે.બપોરના ગરમીના ગરમીના કારણે લોકો ઓફિસો અને ઘરોમાં પણ પંખા ચાલુ જોવા મળી રહ્યા છે. તેમજ આજનું મહત્તમ તાપમાન 32 ડિગ્રી તેમજ લઘુતમ તાપમાન 16 ડિગ્રી નોંધવાની શકયતાઓ રહેલી છે.જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 50 થી 75 ટકા નોંધાય તેવી શક્યતા રહેલી છે. જ્યારે પવનની ગતિ 7 કિલોમીટર પ્રતિ ક્લાકની રહેશે. જોકે હાલમાં માવઠું પડવાની પણ કોઈ શક્યતા નથી જેથી ખેડૂતોને રાહત થશે.




