GUJARATJUNAGADHKESHOD

અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાની પૂર્વ તૈયારીઓને અપાતો આખરી ઓપ, ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે વહીવટી તંત્રના અધિકારીઓની બેઠક યોજાઈ

અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાની પૂર્વ તૈયારીઓને અપાતો આખરી ઓપ, ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે વહીવટી તંત્રના અધિકારીઓની બેઠક યોજાઈ

કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં અખિલ ગુજરાત આરોહણ અવરોહણ સ્પર્ધાની પૂર્વ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તા.૫ જાન્યુઆરીના રોજ યોજાનાર ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાની આગોતરા આયોજનના ભાગરૂપે વહીવટી તંત્રના સંલગ્ન અધિકારીશ્રીઓની મંગલનાથ બાપુના આશ્રમ ખાતે બેઠક યોજાઈ હતી. આ સાથે સ્પર્ધકોને જરૂરી સુવિધાઓ મળી રહે તે માટે વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પ્રાંત અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલના વડપણ હેઠળ મળેલી આ બેઠકમાં ખાસ સ્પર્ધકોને મેડિકલ સુવિધાઓ ત્વરિત મળી રહે તે માટે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાના રૂટ તળેટીથી અંબાજી સુધીના રૂટ ઉપર ૩ જેટલી મેડિકલ ટીમ પણ ઉપલબ્ધ રહેશે. ઉપરાંત ઓઆરએસ પીવાના પાણી સહિતની વ્યવસ્થા પણ સ્પર્ધકો માટે રાખવામાં આવશે. આ સ્પર્ધા દરમિયાન સ્પર્ધકોને ઈજા પહોંચે તો તેને રૂટ ઉપરથી જ નીચે લાવવા માટે ૩ ડોળી વાળાની ટીમ પણ રૂટ ઉપર તૈનાત રહેશે. સ્પર્ધાકોને ઈમરજન્સીમાં સારવાર આપવા માટે એક એમ્બ્યુલન્સ પણ તૈનાત જ રહેશે. ઉપરાંત મંગલનાથ બાપુના આશ્રમ ખાતે પણ પ્રાથમિક સારવાર માટેની સુવિધા રાખવામાં આવશે. ઉપરાંત સફાઈ, પોલીસ બંદોબસ્ત સહિતના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જીલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળાએ સ્પર્ધા ની પૂર્વ તૈયારી વિશે જાણકારી આપી હતી. આ બેઠકમાં મહાનગરપાલિકા વન વિભાગ, આરોગ્ય, પીજીવીસીએલ સહિતના સંલગ્ન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!