GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

તુલસી-સંસ્કૃતિ અને સ્વસ્થ્યનું પ્રતિક

*ઓખા-શ્રી સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળ દ્વારા ૨૦૨૫ ના વર્ષ ની ઉજવણી તુલસી પૂજન કરી કરવામાં આવેલ.*

ઓખા ખાતે શ્રી સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળ દ્વારા ૨૦૨૫ ના વર્ષ ની ઉજવણી તુલસી પૂજન કરી કરવામાં આવેલ.આ કાર્યક્રમ શ્રી સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળ ના પૂર્વ પ્રમુખ ડૉ પુષ્પાબેન સોમૈયા ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ.ભારતીય સંસ્કૃતિ પ્રમાણે તુલસી નું પૂજન કરી આરતી ઉતારવામાં આવેલ.આ તકે શ્રી સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળ ના પ્રમુખ સોનલબેન પીઠીયા તેમજ શ્રી સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળ ના કારોબારી સભ્યો તેમજ મહિલાઓ હાજર રહ્યા.આ તકે તુલસી પૂજન સાથે આરતી ની થાળી ડેકોરેશન ની સ્પર્ધા રાખવામાં આવી હતી.જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય પ્રાપ્ત કરેલ તેમને ગિફ્ટ આપવામાં આવી હતી.આ કાર્યક્રમ માં આવેલ તમામ મહિલાઓને તુલસી ના રોપા નું વિતરણ કરવામાં આવેલ.આ કાર્યક્રમ માં બહોળી સંખ્યામાં બહેનો જોડાયા હતા.આ કાર્યક્રમ ને સફળ બનાવવા શ્રી સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળ ના કારોબારી સભ્યો તેમજ સ્ટાફ એ જહેમત ઉઠાવી હતી.તેમ બુધાભા ભાટીનો રીપોર્ટ જણાવે છે

Back to top button
error: Content is protected !!