KUTCHRAPAR

કચ્છ પંથકમાં નવા વર્ષમાં સતત બીજી વખત ભૂકંપ, રાપરથી 24 કિમી દૂર નોંધાયું કેન્દ્ર બિંદુ

ગુજરાતના કચ્છમાં નવા વર્ષની શરુઆતમાં ફક્ત ત્રણ દિવસમાં જ બીજીવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે. રાપરથી લગભગ 24 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે. શુક્રવારે(3 જાન્યુઆરી)  સાંજે 4:16 કલાકે 2.8ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. નોંધનીય છે કે, બે દિવસ પહેલાં પહેલી જાન્યુઆરીના દિવસે પણ કચ્છના અનેક વિસ્તારમાં 3.2ની તીવ્રતા સાથે ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપ આવતાં રાપર, ભચાઉ, ગાંધીધામ સહિતના વિસ્તારોમાં ધરા ધ્રૂજી હતી. જેમાં કચ્છના ભચાઉથી 23 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું સામે આવ્યું છે.
ગુજરાતમાં 2024માં ભૂકંપના કુલ 13 આંચકા નોંધાયા છે. જેમાં જાન્યુઆરીમાં 2, ફેબ્રુઆરી-ઑક્ટોબરમાં 1-1, નવેમ્બરમાં 8 જ્યારે ડિસેમ્બરમાં અત્યાર સુધી 1 આંચકાનો સમાવેશ થાય છે. જેની સરખામણીએ ગત વર્ષે 2023માં 5, 2022માં 1 જ્યારે 2021માં 7 આંચકા નોંધાયા હતા. એક જ વર્ષમાં એકસાથે 13 આંચકા આવેલા હોય તેવું છેલ્લા 12 વર્ષમાં બન્યું નથી.

xr:d:DAFuClLJwEU:57,j:1029475180067710137,t:23091208

Back to top button
error: Content is protected !!