હાલોલ:કલરવ શાળામાં વાર્ષિક રમોત્સવનુ ભવ્ય આયોજન કરાયું , વિધાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૪.૧.૨૦૨૫
તારીખ 04/02/2025 ને શનિવાર ના રોજ હાલોલ નગરમાં આવેલ કલરવ શાળામાં વાર્ષિક રમતોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કે .જી. વિભાગ અને ધોરણ 1 થી 8 ના અંગ્રેજી અને ગુજરતી માધ્યમ ના વિદ્યાર્થીઓ માટે આ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમા શાળામાં વિવિધ પ્રવૃત્તિ દ્વારા બાળકોના માનસિક અને શારીરિક વિકાસ ને ધ્યાનમાં રાખીને શાળા કક્ષાએ દર વર્ષે વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ રમતોમાં દોડ, લીંબુ ચમચી, સોય દોરો, પુસ્તક સમતુલન, લંગડી, ઉંધી દોડ, કોથળા દોડ, ત્રીપગીય દોડ વગેરેની હરીફાઈ યોજાઈ. આ રમતો શાળાના વ્યાયામ શિક્ષક વિજયભાઇ ચૌહાણના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી.જેમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીને ગોલ્ડ મેડલ, દ્વિતીય નંબર મેળવનાર વિદ્યાર્થીને સિલ્વર મેડલ અને તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીને બ્રોન્ઝ મેડલ આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.જેમાં શાળાના આચાર્યએ પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને અભિનંદન આપીને શાળા કક્ષાએ યોજાતી બધી જ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ ભાગ લે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આમ આ બધી સ્પર્ધાઓ ખૂબ જ સારી રીતે પૂર્ણ થઈ હતી.









