ભરૂચ: પશ્ચિમ વિસ્તારમાં આવેલા મદીના પાર્ક સોસાયટીમાં ડમ્પર ચાલકે આઠ જેટલા જીઈબીના થાભલા તોડ્યા, લોકોના પાતળા અને કપડા બળી ગયા..



સમીર પટેલ, ભરૂચ
ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા મદીના પાર્ક સોસાયટીમાં માટી ભરેલા ડમ્પર ચાલકે માટી ખાલી કરતા સમયે આઠ જેટલા ચાલુ વીજ પોલના થાંભલા ઉખાડી નાખતા દોડધામ મચી ગઈ હતી.ઘટના બાદ ડમ્પર ચાલક ડમ્પર મૂકીને ભાગી ગયો હતો.ઘટના વીજ કર્મીઓ ઘટના સ્થળ પર દોડી આવી વીજ પુરવઠો બંધ કરી સમાર કામગીરી શરૂ કરી છે.
ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારના શેરપુરા – ડુંગરી માર્ગને અડીને મદીના પાર્ક સોસાયટી આવેલી છે.જેમાં શનિવારના રોજ સવારના સમયે એક ડમ્પર ચાલક માટી ભરીને ત્યાં ખાલી કરવા માટે આવ્યો હતો.આ સમયે તે પોતાના ડમ્પરનુ હાઇડ્રોલિક ટ્રોલી ઊંચી કરીને માટી ખાલી કરતો હતો.તે સમયે ચાલુ વીજ તારના થાંભલાના વાયર ડમ્પરની ટ્રોલી સાથે ભરાય જતાં ડમ્પર ચાલકે અંદાજીત સાતથી આઠ વીજ પોલના થાંભલા ઉખેડી નાખ્યા હતા.જેના કારણે સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી.આ સમયે સ્થાનિકોના મકાનો પર લગાવેલા પતરા અને કપડાંઓ પણ બળી ગયા હતાં.ઘટના બાદ લોકો પોતાના ઘરોની બહાર દોડી આવ્યા હતા.
જોકે ઘટના બાદ ડમ્પર ચાલક સ્થળ પર ગાડી મુકીને ભાગી ગયો હતો.ઘટનાની જાણ થતા જ વીજ કંપનીના કામદારો પણ સ્થળ પર દોડી આવી વીજ પુરવઠો બંધ કરીને યુદ્ધના ધોરણે વીજ લાઇનના સમાર કામની કામગીરી શરૂ કરી હતી.જોકે અત્રે ઉલ્લેખનીય છે કે,જો ઘટનામાં કોઈ જાનહાનિ નહી સર્જાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.



