
વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,વડનગર
વડનગરમાં પાંચ દિવસીય દંઢાવ્ય લીલાચરિત્રની કથા પારાયણની પુર્ણાહુતી.
વડનગરના પ્રયાગ્રણમાં પાવન ધરતી પર પ.પૂ.આચાર્ય 1008 કોશલેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી કરજીસણ ગામના શ્રી હરિ સમકાલીન ભક્ત શિરોમણી ” ગોવિંદજીભાઈની ” સ્મૃતિ પાંચ દિવસે પરાયણ દંઢાવ્ય લીલા ચરિત્રના શનિવારે પૂર્ણાહૂતિ પ્રસંગે આત્માનું અને પરમાત્માનું મિલન એ જ ભગવાનની ભક્તિ વિશે વક્તા દ્રારા જ્ઞાન પિરસવામાં આવ્યું હતું,જેમાં ભક્તો પણ કથા પારાયણ સાંભળવામાં મગ્ન બની ગયા હતા,
શ્રી સહજાનંદ ગુરુકુળ વડનગર ખાતે પાવન પ્રસંગમાં કથા પારાયણ યોજાઈ તે પૂર્ણાહુતિના દિવસે પ્રસંગને દિપાવવા આવેલ શાસ્ત્રી આનંદજીવનદાસજી,ઉનાવા મંદિરના મહંત સ્વામી દેવપ્રકાશદાસજી,ધોળકાના શાસ્ત્રી અજયપ્રકાશદાસજી,સંહિતા પાઠી વક્તા સ્વામી હરિપ્રકાશદાસજી વગેરે સંતો તેમજ ટોરડાના મહંત સિધ્ધેશ્વરદાસજીએ પધારી ભક્તોને આશીર્વાદ આપ્યા હતા.
આ પ્રસંગને દિપાવવા અમદાવાદથી બહેનોના ગુરુ પૂજ્ય ગાદીવાળા શ્રી પધાર્યા હતા. આ કથા પારાયણ મંદિરના મહંત શાસ્ત્રી સ્વામી નારાયણવલ્લભ દાસજી અને કોઠારી શાસ્ત્રી વિશ્વપ્રકાશ દાસજીના માર્ગદર્શનના અનુસંધાને યોજાઈ.




