DAHODGUJARAT

દાહોદ જિલ્લામાં પીએમ પોષણ(મધ્યાહન ભોજન) યોજના અંતર્ગત વિવિધ કઠોળ/ધાન્સ(મીલેટ) આધારિત વાનગીઓની કુકિંગ કોમ્પિટિશન યોજાઈ

તા.૦૫.૦૧.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જિલ્લામાં પીએમ પોષણ(મધ્યાહન ભોજન) યોજના અંતર્ગત વિવિધ કઠોળ/ધાન્સ(મીલેટ) આધારિત વાનગીઓની કુકિંગ કોમ્પિટિશન યોજાઈ

દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાં પીએમ પોષણ (મધ્યાહન ભોજન) યોજના હેઠળ સરકારી તથા ગ્રાન્ટ ઇન એઇડ પ્રાથમિક શાળાઓમાં મુખ્યમંત્રી અલ્પાહાર યોજના હેઠળ આપવામાં આવતા અલ્પાહારની વિવિધ વાનગીઓની કુકિંગ કોમ્પીટીશન યોજવામાં આવેલ હતી.જેમાં શાળાઓમાં ફરજ બજાવતા માનદ વેતન ધારકો (સંચાલક, રસોઈયા, મદદનીશ) દ્વારા વિવિધ કઠોળ ધાન્ય (ચણા, મગ, મઠ, ચોળી, બાજરી, જુવાર, રાગી) વિગેરે આધારિત બાજરીની સુખડી, નાગલીના પાપડ, મગ ચાટ, ચણા ચાટ, બાજરી રાગીના મિક્સ ઢોકળા તથા અન્ય વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવી હતી.સમગ્ર દાહોદ જિલ્લામાંથી કુલ ૯૪ સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો જેમાં તમામ તાલુકાઓમાં પ્રથમ વિજેતાને રૂ.૫૦૦૦/-, દ્વિતીય વિજેતાને રૂ.૪૦૦૦/- તથા તૃતીય વિજેતાને રૂ.૩૦૦૦/- નું ઇનામ તથા પ્રમાણપત્ર સ્પર્ધાના સ્થળે જ એનાયત કરવામાં આવ્યા હતા.આ સ્પર્ધા કાર્યક્રમ દરમ્યાન મામલતદાર કચેરી, શિક્ષણ વિભાગ, ICDS, તથા અન્ય વિભાગના અધિકારી કર્મચારઓ ઉપસ્થિત રહ્યા હતા

Back to top button
error: Content is protected !!