શ્રી એલ.વી.નગરશેઠ હાઈસ્કૂલ સમૌ મોટા ખાતે ચતુર્વિધ ર્કાર્યક્રમ યોજાયો

4 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી એલ.વી .નગર શેઠ હાઇસ્કુલ, સમૌ મોટા, તા- ડીસા મુકામે સ્માર્ટ બોર્ડનું છત્રાર્પણ, જીમનું નવીન જગ્યાએ લોકાર્પણ, કોમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન,તથા સરસ્વતી સાધના યોજના અંતર્ગત સાયકલ વિતરણ ,એમ ચતુર્વિધ ર્કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સમારંભના અધ્યક્ષ તરીકે મા.શ્રી દિનેશભાઈ અનાવાડીયા (પૂર્વ રાજયસભા સાંસદશ્રી ) મુખ્ય મેહમાન તરીકે વી.પી ડાભી સાહેબ (કાર્યપાલક ઇજનેર,ડીસા) તથા પરમાર સાહેબ (નાયબ કાર્યપાલક ઇજનેર ,ડીસા) તથા અતિથિ વિશેષ તરીકે ડૉ.શાંતિભાઈ.ડી .જોશી સાહેબ (શ્રી લાયજન અધિકારીશ્રી ,જિલ્લા શિક્ષાણાધિકારીશ્રી ની કચેરી, બનાસકાંઠા)એ હાજરી આપી પોતાનું સ્થાન શોભાવ્યું હતું. કાર્યક્રમમાં શ્રી સમૌ મોટા કેળવણી મંડળના મંત્રી શ્રી જયંતીભાઈ રાજગોર, મંડળ ના સભ્યશ્રીઓ, સમૌમોટા ગામના સરપંચ શ્રી વજભા જાદવ, સમૌનાના, ધારીસણા ગામના સરપંચશ્રીઓ તથા ગામના પ્રતિષ્ઠિત અને વરિષ્ઠ આગેવાનો તથા ગ્રામજનોએ બહુજ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી.



