GUJARATJUNAGADHKESHOD

ડૉ.સુભાષ મહિલા કોલેજમાં સ્વાલંબી ભારત અભિયાન અંગે વ્યાખ્યાન યોજાયું

ડૉ.સુભાષ મહિલા કોલેજમાં સ્વાલંબી ભારત અભિયાન અંગે વ્યાખ્યાન યોજાયું

ડો.સુભાષ મહિલા આર્ટસ, કોમર્સ એન્ડ હોમસાયન્સ કોલેજમાં સ્વાવલંબી ભારત અભિયાન અંગે વિશેષ વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું. આ સ્વાવલંબન ભારત અભિયાન તળે યોજાયેલા કાર્યક્રમની શરૂઆત સ્મરણાંજલિ ગાનથી થઈ હતી.ત્યારબાદ કોલેજના આચાર્યશ્રી ડો.બલરામ ચાવડા એ સ્વાગત કરી જરૂરી ભૂમિકા બાંધી આપી હતી. છેલ્લા બે વર્ષથી આખા દેશમાં સ્વદેશી જાગરણ મંચના માધ્યમથી સ્વાવલંબી ભારત અભિયાન ચાલી રહ્યું છે. જેમાં ખાસ યુવાનોને નોકરી મેળવવા રાહ જોવાના બદલે સ્વાવલંબન તરફ વાળવા માટે તેની માનસિકતા બનાવવાનું કાર્ય કરે છે. શ્રી એમ.એમ.ઘોડાસરા મહિલા કોલેજના પ્રિન્સિપાલ ડો. દિનેશ ડઢાણીયા દ્વારા યુવાનોને જુદાજુદા વ્યવસાયો માટેની તાલીમ અને આર્થિક યોગદાન ક્યાંથી કઈ રીતે મેળવવું તે અંગે વિસ્તૃત માહિતી આ વ્યાખ્યાનમાં આપતા જણાવ્યું હતું કે , આત્માનિર્ભર દેશ એટલે એવો દેશ કે જે દેશ-વિદેશી એ પણ વસ્તુની આયાત ના કરતો હોય સંપૂર્ણપણે તે દેશ પોતાના ઉત્પાદન પર જ નિર્ભર હોય અહીં વિદેશ વેપાર શૂન્ય થઈ જઈ શકે છે કેમકે આપણે બીજા દેશની ચીજવસ્તુની આયાતના કરીએ તો આપણા દેશની ચીજ વસ્તુ પર પણ બીજા દેશો પ્રતિબંધ લાદી શકે છે. આ બાબતે પણ વિચારવું જોઈએ,દરેક દેશની ભૌગોલિક પરિસ્થિતિ અને આબોહવા સમાન હોતી નથી પણ તેમ છતાં આપણે આ દિશામાં આગળ વધવું જોઈએ. સ્વાવલંબી દેશ એટલે એવો દેશ કે જે માત્ર દેશના ઉદ્યોગોને જરૂરી એવા તમામ પ્રકારના કાચા માલની આયાત કરે અને તૈયાર માલની નિકાસ કરે દરેક પ્રકારની જરૂરી વસ્તુ પોતાના જ દેશમાં બનાવે તે માટે કાચા માલની આયાત કરે અને ત્યાં સુધી બીજી કોઈ પણ વસ્તુની આયાત ન કરે આ બધુ યુવાનોથી શક્ય બને એમ છે. આ પ્રસંગે ડૉ.પિયુષ મર્થક અને અન્ય અધ્યાપકો હાજર રહ્યાં હતા. ડૉ.પ્રધુમ્ન ખાચર દ્વારા સફળ સંચાલન કરવામાં આવ્યું હતું. આ પ્રકારના વિધાર્થીલક્ષી કાર્યક્રમો યોજવા બદલ સંસ્થાના ટ્રસ્ટી શ્રી જવાહરભાઈ ચાવડાએ સૌને અભિનંદન પાઠવ્યા હતા.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!