
જંબુસર બીએપીએસ મંદિર ખાતે શ્રી સમસ્ત ભરૂચ જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજનો સાતમો સ્નેહમિલન સમારોહ ઠાકોર સાહેબ વિક્રમસિંહજી મહાર રાહુલજી ટ્રસ્ટી વડોદરા રાજપૂત સમાજના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં ધારાસભ્ય ડી કે સ્વામી, ગુજરાત ક્ષત્રિય સભા પ્રમુખ કરણસિંહ ચાવડા,મુખ્ય ભક્ત દિનેશભાઈ સેવક,ઠાકોર સાહેબ ઓમકારસિંહજી, પૂર્વ ધારાસભ્ય કિરણસિંહ મકવાણા, સંજયસિંહ સોલંકી સહિત ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે નવયુગ વિદ્યાલયની બાળાઓ દ્વારા મહેમાનોને પુષ્પ દ્વારા મીઠો આવકાર આપી, પ્રાર્થના કરી ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય અને સ્વાગત સન્માન કરાયું હતું.
ટ્રસ્ટની કામગીરીનો ચિતાર રજૂ કરી વડોદરા રાજપૂત સમાજની કાર્યપદ્ધતિ અને તેના કાર્યોની સવિસ્તાર માહિતી આપી હતી. સમાજ માટે દરેકે યોગદાન આપવું જોઈએ,સામાજિક, શૈક્ષણિક, આર્થિક રીતે સમાજ કેવી રીતે આગળ વધે,એક જૂટ થાય સમાજનું ઉતથાન થાય તે રીતે કામ કરવું, સમાજમાં રાજકારણ ન હોવું જોઈએ. આજનો માણસ મોબાઇલ જેવો થઈ ગયો છે. તેમ કહી શેરો શાયરી સાથે પોતાના વક્તવ્યનું રસપાન કરાવી સુંદર નિરૂપણ સાથે જો આ દેશમાં શસ્ત્ર અને શાસ્ત્ર એક થાય તો દેશ બદલાઈ જાય અને ભારતનું નિર્માણ આવનાર સમયમાં અદભુત થાય. વ્યક્તિત્વ, પર્સનાલિટી એટલે શું તે સમજાવ્યું તથા સમાજ માટે જરૂર પડે ત્યારે એક થઈ નેક થઈ રહેશો. ધર્મની રક્ષા કરે તે ક્ષત્રિય અને પૂર્વજોએ આપેલ સંસ્કાર જાળવવા જણાવ્યું હતું. અને જંબુસર તાલુકામાં ક્ષત્રિય ભવન બનાવવા હાકલ કરી આયોજન કરવા કહ્યું સૌ સંકલ્પ કરીએ ક્ષત્રિય સમાજે પોતાની ચિંતા કરવાનો સમય પાકી ગયો છે. સમાજમાં શિક્ષણની જરૂર છે તથા દેખાદેખી ના ખોટા ખર્ચા બંધ કરવા ઉપસ્થિત મહેમાનોએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું. આ પ્રસંગે બળવંતસિંહ પઢિયાર,પ્રતાપભાઈ પરમાર, જીતુભાઈ મકવાણા, ભાવસિંહ ગોહિલ, કુલદીપસિંહ યાદવ સહિત સમાજના હોદ્દેદારો ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
રિપોર્ટ વિજયસિંહ જીતસિંહ ચૌહાણ



