હાલોલ તાલુકાના બાસ્કા ગામ પંચાયત ખાતે મહારક્તદાન કેમ્પ યોજાયો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૫.૧.૨૦૨૫
હાલોલ તાલુકાના બાસ્કા ખાતે એકતા ચેરીટેબલ ટ્રસ્ટ અને ગૌસુદ્દીન રીફાઈ કમેટી દ્વારા SSG બ્લડ બેન્ક વડોદરાના સહયોગથી મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાસ્કા વિસ્તાર સહિત ગુજરાત સિક્યુરિટી અને સાયન્સ સિક્યુરિટી સહભાગીદારીથી મહારક્તદાન કેમ્પ યોજાયો હતો અને મોટીસંખ્યામાં રક્ત એકત્ર કરી લોકોના ચરણે નીસ્વાર્થ પણે સમર્પીત કરવામાં આવ્યું હતું.હાલોલ તાલુકાના બાસ્કા એકતા ચેરીટેબલ ટ્રસ્ટ,બાસ્કા અને ગૌસુદીન રીફાઈ કમેટી સંયુક્ત ઉપક્રમે ખાનકાહે એહેલે સુન્નતના સૈયદ પીરે તરિકત સરકાર હઝરત મોઇને મિલ્લત ના ખીરાજે અંકિદત અને તેઓ ના ઇસાલે સવાબ હેતુના પર્વને લઇ મહારક્તદાન કેમ્પ યોજાયો હતો.બાસ્કા પંચાયત ખાતે એકતા ચેરીટેબ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો જ્યારે કુલ મળી અંદાજે 87 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતુ.જ્યારે સાંજ ના સમયે સમાપન અને આ મહારક્તદાન કેમ્પના આયોજન બદલ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળને અભિનંદન પાઠવ્યાં હતાં.જ્યારે મહારક્તદાન કેમ્પમાં સંચાલકો,એકતા ચેરીટેબ ટ્રસ્ટના સભ્યો સહિતનાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.આ સમગ્ર આયોજનને સફળ બનાવવા એકતા ચેરિટેબલ ટ્રસ્ટ, બાસ્કા સંચાલક પ્રમુખ ઈરફાનમીયાં સિદ્દીકમીયાં શેખ ,ઉપપ્રમુખ જયરાજ સિંહ ગોહિલ,મંત્રી મકરાણી સલમાનહુસેન મહેબૂબ હુસેન સહમંત્રી, શેખ ઇકબાલમિયા સિદ્દીકમીયાં કા સભ્ય,સૌમિલ ભાઈ કિરીટ ભાઈ શાહ કા સભ્ય,ઝફરભાઈ આરીફભાઇ બેલીમ અને સહભાગી દાર ગુજરાત સિક્યુરિટી ના ધર્મેન્દ્ર ભાઈ અને SCI સિક્યુરિટી ના કુતુંબુદ્દીન ખાન (ખાન ભાઈ )સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.અને કેમ્પ ને સફળ બનાવ્યો હતો.











