AHAVADANG

આહવાનાં વાડિયાવન ગામે ભારતીય બંધારણીય લોક જાગૃતિ અભિયાન ડાંગ સમિતિ દ્વારા એક જનજાગૃતિ મીટિંગ યોજાઈ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-વાંસદા/ડાંગ

ડાંગ જિલ્લાના આહવા તાલુકાના વાડિયાવન ગામમાં તા. 04/01/2025ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરેલ ઈકો સેન્સિટિવ ઝોન નોટિફિકેશનને લઈને ભારતીય બંધારણીય લોક જાગૃતિ અભિયાન ડાંગ સમિતિ દ્વારા એક જનજાગૃતિ મીટિંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ મીટિંગમાં સામાજિક કાર્યકરો અને એડવોકેટો દ્વારા ગ્રામજનોને આ નોટિફિકેશનની વિગતો અને તેની સંભવિત અસરો વિશે જાણકારી આપવામાં આવી હતી.ઈકો સેન્સિટિવ ઝોન એટલે કે પર્યાવરણ સંવેદનશીલ વિસ્તાર આ વિસ્તારોને પર્યાવરણની સુરક્ષા માટે નિર્ધારિત કરવામાં આવે છે.જોકે, ગ્રામજનોનું કહેવું છે કે, ડાંગ જિલ્લાના 42 ગામોને આ ઝોનમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે,જેમાંના ઘણા ગામો અભ્યારણ્ય વિસ્તારથી દૂર છે.આ નિર્ણયથી ગ્રામજનોની રોજીરોટી અને જીવનશૈલી પર પ્રતિકૂળ અસર પડી શકે છે. ગ્રામજનોએ મીટિંગમાં આ નોટિફિકેશનને લઈને અનેક ચિંતાઓ વ્યક્ત કરી હતી. તેમનું કહેવું છે કે, આ નિર્ણયથી તેમના વન અધિકારો કાયદા હેઠળ મળેલા હક્કો પર અંકુશ આવી શકે છે. ઉપરાંત, નોટિફિકેશનમાં સ્પષ્ટતાનો અભાવ છે. જેમ કે, ઈકો સેન્સિટિવ ઝોનની બાઉન્ડ્રી ક્યાંથી શરૂ થાય છે અને ક્યાં પૂરી થાય છે તેની સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી. આ ઉપરાંત, નોટિફિકેશન ફક્ત અંગ્રેજી અને હિન્દી ભાષામાં જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે ગ્રામજનો તેને સમજી શકતા નથી.ગ્રામજનોએ સરકાર પાસે માંગ કરી છે કે, આ નોટિફિકેશન અંગે ગામની ગ્રામસભામાં વિગતવાર ચર્ચા કરવામાં આવે અને રેવન્યુ અને જંગલ ખાતાના અધિકારીઓ હાજ૨ ૨હી ગ્રામજનોના પ્રશ્નોના જવાબ આપે. આ ઉપરાંત, ગ્રામજનોના અભિપ્રાય લીધા બાદ જ આ નોટિફિકેશન લાગુ કરવામાં આવે.ડાંગ જિલ્લાના ગ્રામજનો ઈકો સેન્સિટિવ ઝોન નોટિફિકેશનને લઈને ખૂબ જ ચિંતિત છે. તેમનું માનવું છે કે, આ નિર્ણયથી તેમની રોજીરોટી અને જીવનશૈલી પર પ્રતિકૂળ અસર પડી શકે છે. સરકારે ગ્રામજનોની ચિંતાઓને ગંભીરતાથી લેવી જોઈએ અને તેમની સાથે વાતચીત કરીને એક ઉકેલ શોધવો જોઈએ..

Back to top button
error: Content is protected !!