Navsari; વાંસદા તાલુકાના વાસીયાતળાવ ગામ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું શુભારંભ પીયૂષભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-વાંસદા /ડાંગ
નવસારી જિલ્લાના વાંસદા ખાતે આવેલ વાસીયાતળાવ ગામ ખાતે ગ્રામજનો દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં મુખ્ય મહેમાન ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના મહામંત્રી પિયુષભાઈ પટેલ, વાંસદા તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ, ભાજપા મહામંત્રી સંજયભાઈ બિરારી, રાકેશભાઈ શર્મા, નવસારી જિલ્લા આદિજાતિ મોરચા ના મહામંત્રી અશ્વિનભાઈ ગામીત, વાંસદા યુવા મોરચા મંત્રી મનીષભાઈ ગામીત , વાસીયાતળાવ ગામના સરપંચ જયશ્રીબેન, જૂજ ગામનાં પૂર્વ સરપંચ ભાઈકુભાઈ, શિક્ષક બાબુભાઇ સહિત ગ્રામજનો અને ક્રિકેટ પ્રેમી યુવાનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે પિયુષભાઈ પટેલે જણાવ્યું હતું કે ક્રિકેટ એક રમતની સાથે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી રમત છે. ઉત્સુક રમત પ્રેમી યુવાનો ક્રિકેટ રમી ઇન્ટરનેશનલ કક્ષાએ પોતાનું નામ તેમજ રાષ્ટ્ર નું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી..



