BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

આગ લાગતા દોડધામ મચી:ભરૂચના શેઠના પ્લાઝા શોપિંગમાં આવેલી બંધ કપડાંની દુકાનમાં આગ લાગી, ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવ્યો

સમીર પટેલ, ભરૂચ

ભરૂચના સ્ટેશન માર્ગ પર આવેલી એક કપડાની દુકાનમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી. આ અંગેની જાણ ગરુડ નગરપાલિકાના ફાયર બ્રિગેનના જવાનોને કરતા તેઓએ તાત્કાલિક દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, દુકાન બંધ હોય ઘટનામાં કોઈ જાનહાની નહીં નોંધાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ભરૂચ શહેરના મુખ્ય માર્ગ પર અડીને આવેલા શેઠના પ્લાઝા શોપિંગ સેન્ટરમાં આવેલી ટિવીલ્સ કપડાની બંધ દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. બંધ દુકાનમાંથી આગના ધુમાડા બહાર નીકળતા આસપાસમાં આવેલા દુકાનદારોમાં દોડધામ મચી ગઈ હતી. આ અંગેની જાણ સ્થાનિકોએ તાત્કાલિક ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનોને કરતા તેઓ લાયબંબા સાથે સ્થળ પર દોડી આવી આગ પર કાબૂ મેળવવાની કવાયત હાથ ધરી હતી. આગની જાણ દુકાનના માલિકને કરતા તેઓ પણ દોડી આવી બચેલો કપડાંના માલને બચાવવાની મસ્કતમાં લાગ્યા હતા. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું હાલમાં અનુમાન લગાવાઈ રહ્યું છે. જોકે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આગના કારણે લોક ટોળા એકત્ર થયા હતાં.

Back to top button
error: Content is protected !!