કાંકરેજના રતનપુરા (શિ.) માં વિનામૂલ્યે આધુનિક ફેંકો મશીન દ્વારા નિદાન તથા મોતિયાના ઓપરેશનનો મેગા કેમ્પ યોજાયો.
કાંકરેજના રતનપુરા (શિ.) માં વિનામૂલ્યે આધુનિક ફેંકો મશીન દ્વારા નિદાન તથા મોતિયાના ઓપરેશનનો મેગા કેમ્પ યોજાયો.



કાંકરેજ તાલુકાના મુખ્ય મથક મથક શિહોરીને અડીને આવેલ (રતનપુરા) શ્રી પંચમુખી હનુમાન મંદિરની સામે એમ.એસ.બ્રધર્સ ભારત ઉપવન ના પટાંગણમા આજરોજ તા.૦૬/૧/૨૦૨૫ ને સોમવારના રોજ સવારે ૯ થી ૧૧ કલાક સુધી શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ,શ્રી જલારામ મંદિર થરા તથા શ્રીકૃષ્ણ ગૌસેવા ટ્રસ્ટ થરા,ગૌસેવા માનવ સેવા મંડળ થરા,શ્રી શિહોરી વેપારી વિકાસ મહામંડળ શિહોરીના સંયુક્ત ઉપક્રમે આધુનિક ફેંકો મશીન દ્વારા આંખના મોતીયાનો વિનામૂલ્યે નિદાન તથા ઓપરેશન કેમ્પ પિતાશ્રી સ્વ.ભીખાભાઈ જોષી,માતૃશ્રી સ્વ. આનંદીબા જોષીની દિવ્ય સ્મૃતિમા દાનવીર દાતા કર્ણ કહી શક્ય એવા રામ-લક્ષમણની જોડી સમાન પુત્રો મહેન્દ્રભાઈ જોષી અને સુરેશભાઈ જોષી શિહોરી પરિવાર દ્વારા બ. કાં.જિલ્લા ભાજપ પૂર્વપ્રમુખ કીર્તિસિંહ વાઘેલા,મહેસાણા જિલ્લા ચૂંટણી અધિકારી ભારતસિંહ ભટેસરીયા,વહેપારી અગ્રણી ઠક્કર રાજેશકુમાર અમરતલાલ (પાટણ / ઊંઝા), અરવિંદજી ગોહીલ,જય બાબારી ટીમના અણદાભાઈ પ્રજાપતિ,શ્રી જલારામ મંદિર થરાના ટ્રસ્ટી નિરંજનભાઈ ઠક્કર,વિજયભાઈ ટેસ્ટી ની ઉપસ્થિતિમાં યોજાયો હતો.દીપ પ્રાગટ્ય કરી ઉપસ્થિત મહેમાનોને આયોજકોના હસ્તે ખેસ પહેરાવી સન્માન કર્યું હતું. કેમ્પમાં રણછોડદાસ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ રાજકોટના ડૉ.અલ્કેશભાઈ સહિત તેમની ટીમે લગભગ ૩૨૫ દર્દીઓની તપાસ કરી જેમાં ૧૪૦ થી વધુ દર્દીઓને મોતીયાના ઓપરેશન કરવાની જરૂર જણાતાં આજે એક લકઝરી બસ દ્વારા બાવન દર્દીઓને નિદાન કેમ્પમાંથી ઓપરેશન માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ જ્યાં મફત સદ્દગુરૂ નેત્રયજ્ઞમાં આંખના રોગોનું નિદાન કરી જરૂરિયાત વાળા મોતીયાના દર્દીઓને આધુનિક ફેંકો મશીન દ્વારા ટાંકા વગરનું મફત ઓપરેશન કરી મફત નેત્રમણી બેસાડી આપવામાં આવશે સાથે સાથે દવા,ટીંપા, ફ્રીમાં આપવામાં આવેલ. દર્દી તથા સાથે આવનાર સગા માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ છે.બાકીના દર્દીઓને બે-ત્રણ દિવસ પછી લઈ જવામાં આવશે.વગર ભાડે પરત મુકવામાં આવશે એમ નિરંજનભાઈ ઠકકરે જણાવ્યું હતું.શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અણદાભાઈ એસ. પ્રજાપતિ લાલાભાઈ ભાટી સહિત અનેક સેવભાવીઓએ ખડે પગે રહી સેવા પૂરી પાડેલ.
નટવર.કે.પ્રજાપતિ,થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦





