ARAVALLIBAYADGUJARAT

બાયડ માલપુર ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ એચએમ પીવી વાયરસની ગંભીરતાને લઈને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીને પત્ર દ્વારા જાણ કરી

કિરીટ પટેલ બાયડ

કોરોના વાયરસની મહામારીએ દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો હતો કેટલા એ લોકોનો આ મહામારીએ ભોગ લીધો હતો સરકારના અથાગ પ્રયત્નોથી રસીકરણની ઝુંબેશ ચલાવીને આ મહામારીને માંડ કાબુમાં લેવામાં આવી હતી થોડા વિરામ બાદ આવાજ એક ભયંકર વાયરસે દસ્તક દીધી છે આવો જ એક વાયરસનો શંકાસ્પદ કેસ અરવલ્લીમાં નોંધાયો છે એની ગંભીરતા જોતા ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ચીનમાંથી ફેલાયેલ એચ એમપીવી વાયરસ ફરીથી દેશભરમાં ના ફેલાય તે હેતુથી લોકોમાં જાગૃતિ લાવવા માટે બાયડ માલપુર ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીમંત્રી ને પત્ર દ્વારા સાવચેતીના પગલા રૂપે ગુજરાતના તમામ આરોગ્ય વિભાગ કચેરીઓને જાણ કરીને સલામતીના પગલાં લેવા માટે જાણ કરી છે તેમજ આરોગ્ય અધિકારીઓ સાથે મીટીંગ કરીને સલામતીના ભાગરૂપે તાત્કાલિક અસરથી સલાહ સૂચનો કરવા પત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે

Back to top button
error: Content is protected !!