CHHOTA UDAIPURGUJARATNASAVADI
		
	
	
અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહજી ના વરદહસ્તે રૂ. ૩૬.૩૬ કરોડના ખર્ચે જોજવામાં બનનારા બ્રિજનું ખાતમુહૂર્ત.

મૂકેશ પરમાર,, નસવાડી
અન્ન, નાગરિક પુરવઠા, સામાજિક અને ન્યાય અધિકારીતા રાજ્યમંત્રીશ્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારીમંત્રી ભીખુસિંહજી પરમાર વરદહસ્તે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જોજવા ગામે ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળના કન્સ્ટ્રકશન ઓફ બ્રિજ ઓન જોજવા ઢેબરપુરા રોડ ઓવર રીવર ઓરસંગ અલોંગ વિથ ઈમ્પૃવ્મેન્ટ ઓફ કલેક્નેક્ટિંગ રોડ ૩૬.૩૬ કરોડના કામનું ખાતમુહુર્ત કર્યું હતું. 
આ પ્રસંગે મંત્રી જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા બોડેલી તાલુકાની ઓરસંગ નદી પર બ્રિજ બનવાથી ૮૦ ગામના લોકોને લાભ થશે. ગ્રામ્ય લોકોનો ૨૫ કિમીનો ફેરવો લાગતો હતો તેમાંથી રાહત મળશે. આ પુલ ગુણવત્તાયુક્ત અને સમય મર્યાદામાં બને તે જરૂરી છે. 
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ  મલકાબેન પટેલ, સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય અભેસિંહ તડવી દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. 
આ કાર્યક્રમમાં બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ  શિત્તલકુંવરબા, પ્રાંત અધિકારી ભૂમિકાબેન, ગામના , માર્ગ મકાન વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
 
 
			
		
 
 
				


