SABARKANTHA
ગુજરાત રાજ્ય સંગીત નાટક કાયદાની આર્થિક સહયોગથી દેહગામમાં લોકડાયરો યોજાયો
અહેવાલ:- પ્રતિક ભોઈ
ગુજરાત રાજ્ય સંગીત નાટક કાયદાની આર્થિક સહયોગથી દેહગામમાં લોકડાયરો યોજાયો
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી અને શ્રી સાબરકાંઠા જિલ્લા યુવા પરિવાર સંસ્થાના સંયુક્ત ઉપક્રમે શ્રી ઉમિયા માતાજી મંદિર દહેગામ ખાતે ચાલી રહેલ શ્રી વાલ્મિકી રામકથા મહોત્સવમાં તારીખ ૫/૧/૨૦૨૫ ને રવિવારે લોકડાયરો યોજાયો હતો.
લોકડાયરાના આ કાર્યક્રમમાં લોક સાહિત્યકાર જયદીપદાન ગઢવી, લોકગાયિકા વિશાખા બેન દરજી, લોકગાયક સુભાષભાઈ પટેલ, ભજનીક જીતેન્દ્રસિંહ રાઠોડ ,ભજનીક રાજુભાઈ દ્વારા રાષ્ટ્ર ભક્તિ અને ભક્તિ ભાવથી સમગ્ર ડાયરા રસિક પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. મોટી સંખ્યામાં દહેગામના નગરજનો હાજર રહી સમગ્ર કાર્યક્રમ સરસ રીતે નિહાળ હતો.