રાજ્યના ગિરિમથક સાપુતારા તેમજ સાકરપાતળ ખાતે આજે મહા રક્તદાન કેમ્પ યોજાશે..
MADAN VAISHNAVJanuary 6, 2025Last Updated: January 6, 2025
0 Less than a minute
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-વાંસદા/ડાંગ જગદગુરુ નરેન્દ્રચાર્ય મહારાજ સંસ્થાન દ્વારા ભારતભરમાં 4 જાન્યુઆરીથી 19 જાન્યુઆરી સુધી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે આજે ગિરિમથક સાપુતારા તેમજ સાકરપાતળ ખાતે રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યુ છે.જેના ભાગ રૂપે ડાંગ જિલ્લા સેવા સમિતિ દ્વારા ગત રોજ આહવા તાલુકાના ગામોમા બાઈક રેલી યોજી 100 જેટલાં કાર્યકર્તાઓ એ પ્રચાર પ્રસાર કર્યો હતો.આ રેલીમાં કાર્યકર્તાઓ દ્વારા લોહીનું મહત્વ સમજાવી લોકોને રક્તદાન કરવા માટે પ્રેર્યા હતા.આ મહા રક્તદાન શિબિરમાં ભાગ લેવા અનુરોધ કરાયો છે..