ARAVALLIGUJARATMODASA

ટીંટોઈ વિસ્તારમાં થઇ રહેલ ગેર કાયદેસર માટીકામ પર કોના આશીર્વાદ, જિલ્લા ખાણ ખનીજ વિભાગ ઉંગમાં..?જાગૃત નાગરિકે ઉચ્ય કક્ષાએ તપાસ માટે લેખિત જાણ કરી

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

ટીંટોઈ વિસ્તારમાં થઇ રહેલ ગેર કાયદેસર માટીકામ પર કોના આશીર્વાદ, જિલ્લા ખાણ ખનીજ વિભાગ ઉંગમાં..?જાગૃત નાગરિકે ઉચ્ય કક્ષાએ તપાસ માટે લેખિત જાણ કરી

અરવલ્લી જિલ્લા માં ભૂ માફિયાઓ બેફામ બન્યા છે અને જિલ્લામાં વિવિધ તાલુકામાં ઠેળ ઠેળ સરકારી જમીનનું બિન અધિકૃત રીતે ખોદકામ કરી રહ્યા છે જાણે કે કોઈનો ડર જ ના હોય તેવી રીતે આં પ્રવુતિ ધીરે ધીરે વધી રહી છે પરંતુ નવાઈ ની વાત એ છે કે ખાણ ખનીજ વિભાગ ઉંગમાં છે કે શું..? સરકારી જમીન પર થઇ રહેલા ખોદકામ કરી ખનીજ ની ચોરી થઇ રહી છે પરંતુ જિલ્લાના ખનીજ વિભાગ ને કશું દેખાતું ના હોય તેવી પરિસ્થિતિ નું નિર્માણ થયું હોય તેવું લાગી રહયું છે

ટીંટોઇ પંથકમાંથી ગેર કાયદેસર રીતે ચાલતુ માટીકામની તપાસ કરાવવા બાબતે જાગૃત નાગરિકે ઉચ્ય કક્ષાએ ખાણ ખનીજ વિભાગના અધિકારીને યોગ્ય આદેશ કરાવવા લેખિત અરજી કરી.

મોડાસા તાલુકાના ટીંટોઈ વિસ્તારમાં ગેર કાયદેસર રીતે માટીકામ ચાલતું હોવાના આક્ષેપ સાથે અરજદારે જિલ્લા ખાણ ખનીજ વિભાગના અધિકારીને ટેલીફોનીક રજુઆત કરેલ પરંતું અરજદારને જણાવેલ કે ઓવરલોડ કામગીરી અટકાવવા માટે ખાણ ખનીજ વિભાગને લગતુ નથી. તે આર.ટી.ઓના અંડરમાં આવે છે “તેમ કહી યોગ્ય જવાબ ન મળ્યો હોવાના આક્ષેપ અને પરીવહન કરતા ગેર કાયદેસર રીતે માટી ભરેલ ઓવરલોડ ડંમ્પરના વિડીયો તથા જરૂરી ફોટાઓ મોકલવા છતાં કોઈ કાર્યવાહી ન થતા આ બાબતે સત્વરે સ્થળ તપાસ કરવાની માંગ સાથે જિલ્લા કલેકટર સહિત સંબધિત વિભાગમાં જાગૃત નાગરિકે લેખિત રજુઆત કરી હતી.

Back to top button
error: Content is protected !!