
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-વાંસદા/ડાંગ
ડાંગ જિલ્લાની આહવા ગ્રામ પંચાયતને નગર પાલિકાની માન્યતા આપવા માટે જિલ્લા પંચાયતનાં સદસ્ય હરીશભાઈ બચ્છાવે નાયબ મુખ્ય દંડકને લેખિતમાં રજૂઆત કરી..
ડાંગ જિલ્લાની આહવા ગ્રામ પંચાયતને નગર પાલિકાની માન્યતા આપવામાં આવે તેવી માંગ સાથે ડાંગ જિલ્લા પંચાયત ના ખેતી ઉત્પાદન, સહકાર અને સિંચાઇ સમિતિના અધ્યક્ષ તથા જિલ્લા સદસ્ય હરેશભાઈ પોપટભાઈ બચ્છાવે ડાંગ જિલ્લાના ધારાસભ્ય વિજય પટેલ ને લેખિતમાં રજૂઆત કરી હતી.આહવા ગ્રામ પંચાયતમાં અંદાજીત 12,000 જેટલા મતદારો આવેલા છે.અને આહવા ગ્રામ પંચાયતમાં મકાનોની વસ્તી 8000 જેટલી છે. અને આહવા નગરની વસ્તી 22,000 જેટલી થાય છે.ત્યારે સુવિધાઓના અંદાજથી આહવા ગ્રામ પંચાયતની આવક અને વિકાસના કામોની સરખામણી કરતા આહવા ગામને ગ્રામ પંચાયત પુરતી સુવિધાઓ માટે જરૂરી જોગવાઈઓ ઓછી પડે છે. તથા ગામના રોડ, રસ્તા, પાણી, લાઈટ જેવી મૂળભૂત જરૂરીયાતો માટેની કામગીરી કરવા માટે ગ્રામ પંચાયત પાસે કોઈપણ બીજા ચોક્કસ આવકના સ્ત્રોત નથી. તે માટે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત પાસે કામગીરી કરાવવાની થાય છે. આહવામાં મકાનો પર ટાઉન પ્લાનીંગ કે મંજૂરીઓનો અભાવના કારણે આહવામાં સોસાયટીઓનો વિકાસ, વ્યક્તિગત મકાન સહાય ખુબજ મર્યાદીત છે. જો આવા કિસ્સામાં આહવા નગર પાલિકા થાય તો, આહવા નગરના રહેવાસીઓને મકાનની લોન મોરગેજ ન હોવાના કારણે મળતી નથી. મકાનના અંદાજે વેરાની વસુલાત અનિયમિત હોય તેમજ જરૂરીયાતના માપમાં આવક ના થતી હોવાના કારણે સ્થાનિક વિકાસ રૂંધાય છે. જો નગર પાલિકા થાય, ટાઉન પ્લાનીંગથી ગામના રોડ, રસ્તા, પાણીની સારી સુવિધા મળી શકે એમ છે.ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓના મુખ્ય મથક નગર પાલિકા કે મહાનગર પાલિકામાં છે. અને ફક્ત ડાંગ જ એવો જિલ્લો છે કે, જ્યાં ફક્ત ગ્રામ પંચાયત છે. અને આહવા નગરમાં જિલ્લાની તમામ કચેરીઓ આવેલી છે. તેમજ સરકારી કર્મચારીઓ અવાર નવાર જિલ્લાની મુલાકાત લેતા આપણા રાજકીય આગેવાનો તેમજ વરીષ્ઠ અધિકારીઓની પણ જિલ્લામાં અવર જવર વધારે હોય છે. આવા કિસ્સાઓમાં આહવા નગરને નગર પાલિકા થાય, સારી સુવિધા થાય તો આહવા નગર પણ નગર પાલિકાથી સુશોભીત થશે.જેથી આહવા નગરને નગર પાલિકાનો દરજ્જો મળે તે હેતુથી ડાંગ જિલ્લા પંચાયત ના ખેતી ઉત્પાદન, સહકાર અને સિંચાઇ સમિતિના અધ્યક્ષ તથા સદસ્ય હરેશભાઈ પોપટભાઈ બચ્છાવે ડાંગ જિલ્લાના ધારાસભ્ય વિજય પટેલને આવેદનપત્ર પાઠવ્યુ હતુ..





