નર્મદા એસઓજીને મળી સફળતા NDPS એકટના ગુનામાં નાસતા ફરતા આરોપીને મધ્યપ્રદેશ થી ઝડપી લીધો
રાજપીપલા: જુનેદ ખત્રી
પ્રશાંત સુંબે પોલીસ અધિક્ષક નર્મદા દ્વારા નર્મદા જીલ્લાના એસ.ઓ.જી.ના ચાર્ટર મુજબના નાસતા ફરતા આરોપીઓને પકડવા પરીણામલક્ષી કામગીરી કરવા સુચના આપવામાં એવી જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટર વાય.એસ.શિરસાઠ ના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. એચ.કે.પટેલ એસ.ઓ.જી. શાખા નર્મદા તથા એસ.ઓ.જી. શાખાના સ્ટાફના માણસો ધ્વારા સાગબારા પો.સ્ટે ગુનાના કામે છેલ્લા નવ વર્ષથી નાસતો ફરતો આરોપી લાલાભાઇ પુનાભાઇ ચારણ રહે.કાલંકા સ્ટેશન ફળીંયુ, તા.પંધાના, જી.ખંડવા (મધ્યપ્રદેશ) નાઓની તપાસમાં રહી હ્યુમન સોર્સીસથી માહિતી મેળવી ઝડપી પાડી ગુનાનાં કામે આગળની કાયદેસરની કાર્યવાહી કરવા સાગબારા પો.સ્ટે. સોપવામાં આવેલ છે