
વિજાપુર સરદારપુરા ગામે ટીબી ના શંકાસ્પદ ૧૦૮ લાભાર્થીઓ ને ફિલ્મ એકસ રે વાન દ્વારા એક્ષ રે પાડી આપવા માં આવ્યો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના સરદારપુરા ગામે જીલ્લા ક્ષય કેન્દ્ર અને તાલુકા હેલ્થ કચેરી ના માર્ગદર્શન હેઠળ ૧૦૦ દિવસ સુધી ચાલેલા ટી બી કેસો મળી આવેલ ૧૦૮ શંકાસ્પદ ટી બી ના દર્દી લાભાર્થી ઓ ને વિનામૂલ્યે ફૂઝી ફિલ્મ એકસ રે વાન દ્વારા x ray પાડી આપવામાં આવ્યા હતા. તાલુકા મા તા ૭ /૧૨/૨૦૨૪ થી શરૂ કરવા મા ટીબી ના દર્દીઓ માટે ના કેમ્પિયન એક માસ દરમ્યાન મા શહેર અને ગ્રામ્ય વિસ્તારો માંથી મળી આવેલ ૧૦૮ જેટલા ટીબી ના દર્દીઓ ને ફિલ્મ એક્ષ રે વાન દ્વારા એક્ષ રે રીપોર્ટ કાઢી આપવા મા આવ્યો હતો. અને દર્દીઓની સારવાર માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં તાલુકા હેલ્થ ટી બી સુપર વાઈઝર પ્રકાશભાઈ નાયી, મેડિકલ ઓફિસર પ્રા આ કે સરદારપુરા ડો યશ પટેલ તેમજ સુપરવાઈઝર અજય બારડ તેમજ આરોગ્ય સ્ટાફ દ્વારા આ કામગીરી કરવા મા આવી હતી.





