Dang; સાપુતારા પોલીસની ટીમે મહારાષ્ટ્ર તથા ગુજરાતના બે બાઈક ચોરીનાં ભેદ ઉકેલી બે આરોપીઓની અટક કરી..
MADAN VAISHNAVJanuary 7, 2025Last Updated: January 7, 2025
0 1 minute read
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-વાંસદા/ડાંગ ડાંગ જિલ્લાનાં સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.આર.એસ.પટેલનાં માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસની ટીમે પોકેટકોપ તથા ઇ – ગુજકોપ ની મદદથી બાઈક ચોરીના મહારાષ્ટ્ર તથા ગુજરાતના બે ગુન્હાઓનો ભેદ ઉકેલી કાઢી,બે આરોપીઓની અટકાયત કરી હતી.તેમજ બે મોટરસાયકલ રીકવર કરવામાં આવી હતી.સાપુતારા પોલીસ ડી- સ્ટાફ ટીમ વર્કઆઉ માં હતી તે દરમિયાન મહારાષ્ટ્ર રાજ્ય તરફથી સાપુતારા ચેકપોસ્ટ તરફ બે શંકાસ્પદ મોટરસાયકલ ચાલકો આવતા હતા. ત્યારે પોલીસે બંને મોટરસાયકલ રજી. નં.GJ -05-FL-5561 તથા એન્જીન નંબર પોકેટ કોપ તથા ઈ ગુજકોપમાં ચેક કરતા મહારાષ્ટ્ર રાજ્યના જાયખેડા પોલીસ મથક વિસ્તારમાં આશરે બે વર્ષ પહેલાં તાહરાબાદમાંથી ચોરી થયેલ મોટરસાયકલ હોવાનું જણાય આવ્યુ હતુ.જે બાદ પોલીસે મોટરસાયકલ ચાલકોમાં 1. ગૌરવભાઇ રતીલાલભાઇ સાબળે ( ઉ.વ.31, રહે.દરેભંગી તા.કલવણ જી.નાશીક મહારાષ્ટ્ર) તથા ગોરખભાઇ ભગવાનભાઈ ચૌધરી ( ઉ.વ.23 રહે.દેવળીકરાડ તા.કલવણ જી.નાશીક મહારાષ્ટ્ર) ની અટકાયત કરી હતી.તેમજ મોટરસાયકલ રજી.નં.GJ-05-FL-5561 તથા સ્પ્લેન્ડર મોટર સાયકલ એન્જીન નં. HA10EFBHG58265 જપ્ત કરવામાં આવેલ હતી.ત્યારે હાલ સાપુતારા પોલીસની ટીમે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
«
Prev
1
/
90
Next
»
પોલીસ અને સરકારનો ડર છોડો અને પોતાના માટે બોલો : ગોપાલ ઇટાલીયા
ગૃહ મંત્રી દારૂ અને ડ્રગ્સ અંગે કાર્યવાહી કરવા માંગતા હોય તો સર્વ પક્ષીય મીટીંગ બોલાવો : ગોપાલ ઇટાલી
દારૂના દુષણને ડામવા મોરબી કોંગ્રેસે 70 બુટલેગરના નામ સાથે પોલીસ અધિક્ષકને આયોજનપત્ર પાઠવ્યું.
«
Prev
1
/
90
Next
»
MADAN VAISHNAVJanuary 7, 2025Last Updated: January 7, 2025