AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં વાંઝટઆંબા ખાતે પારધે ડુંગરના સાનિધ્યમાં ઝાવડાના વિધાર્થીઓનું વન ભોજન યોજાયુ.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-વાંસદા/ડાંગ

વનવાસી વિકાસ મંડળ વઘઇ સંચાલિત નવ ચેતન હાઈસ્કુલ ઝાવડાના વિધાર્થીઓ માટે ઝાવડાના વાંઝટઆંબાના પારધે ડુંગર નજીક પ્રકૃતિના ખોળે વન ભોજનનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ વનભોજનમાં વિધાર્થીઓને પ્રકૃતિને જાણવા સાથે વનમાં ભોજન માણવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.બાળકોને પ્રકૃતિ વિશે સમજ આપી, વનમા જોવા અને જાણવા જેવી બાબતો અંગે માર્ગદર્શન અપાયું હતુ.પશુ-પક્ષીની ઓળખ, વનસ્પતિઓની ઓળખ, નદી, સહિત ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી.જેમાં બાળકોએ ભરપુર આનંદ માણ્યો હતો.વિધાર્થીઓએ આ સાથે વન ભોજનમાં દાળ- ભાત,શાક, મોહનથાળ, સલાડ, અને ડ્રાયફ્રુટ આઇસ્ક્રીમનો લાહ્વો માણ્યો હતો. વન ભોજનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહિત શાળાના શિક્ષકો, હોસ્ટેલોનો સ્ટાફ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.વન ભોજન દ્વારા પર્યાવરણના પાઠનું અજબ શિક્ષણ મેળવતાં વિધાર્થીઓ ખુશખુશાલ જોવા મળ્યા હતા..

Back to top button
error: Content is protected !!