
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી/ડાંગ
નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારીના કુલપતિશ્રી ડો. ઝેડ. પી.પટેલના માર્ગદર્શન હેઠળ કાર્યરત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇમાં ચાલતી વિવિધ વિસ્તરણ તાલીમ પ્રવૃતિઓમા આંણદ કૃષિ યુનિવર્સિટી આંણદ ના કુલપતિ ડો. કે. બી. કથીરિયા, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢનાં માનનીય કુલપતિ ડો. વી.પી. ચોવટીયા અને સાથે સાથે સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડાના કુલપતિ ડો.આર.એમ.ચૌહાણ સહિતના અધિકારીઓ ૦૬ જાન્યુઆરીએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઇ, કૃષિ મહાવિધ્યાલય વઘઇ તેમજ NGO, FPO અને સખી મંડળની મુલાકાત લીધી હતી.
એ વેળાએ ડાંગ જિલ્લાની પ્રાકૃતિક ખેત ઉત્પાદકોના વેચાણ વ્યવસ્થાપન માટે ભારતીય ટપાલ સેવા અને ઓનલાઈન સર્વિસના માધ્યમથી પ્રાકૃતિક ખેત ઉત્પાદનનું વેચાણ આંતરિયાળ વિસ્તારમાં થઈ શકે તેની ભલામણ કરવામાં આવી હતી આ ભલામણથી FPO, NGO અને સખી મંડળના માર્કેટિંગને લગતા પ્રશ્નોનો ઉકેલ લાવી શકાય છે. વધુમાં તેઓએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇના વૈજ્ઞાનિકોને પ્રાકૃતિક ખેતીનો વ્યાય વધે તે માટે સૂચન કર્યું હતું. ત્રણેય કૃષી યુનિવર્સિટી ના કુલપતિશ્રીઓ દ્વારા ડાંગ જિલ્લાની વિવિઘ એન.જી.ઓ.,એફ.પી.ઓ., સખી મંડળ અને ફાર્મર ફિલ્ડ ની મુલાકાત હતી





