ARAVALLIGUJARATMODASA

મોડાસા ઘટક-૨ શહેરી સેજાનો કુંભારવાડા આંગણવાડી કેન્દ્ર ખાતે પાલિકા પ્રમુખની અધ્યક્ષતામાં પોષણ ઉત્સવ ઉજવાયો

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મોડાસા ઘટક-૨ શહેરી સેજાનો કુંભારવાડા આંગણવાડી કેન્દ્ર ખાતે પાલિકા પ્રમુખની અધ્યક્ષતામાં પોષણ ઉત્સવ ઉજવાયો

અરવલ્લી જિલ્લા સંકલિત બાળ વિકાસ યોજના શાખાના મોડાસા ઘટક-૨ શહેરી સેજાનો શહેરના કુંભારવાડા આંગણવાડી કેદ્ર ખાતે મોડાસા નગરપાલિકા પ્રમુખ નીરજ શેઠની અધ્યક્ષતામાં સેજા કક્ષાનો પોષણ ઉત્સવ ૨૦૨૪ ઉજવાયો હતો જેમાં આંગણવાડીમાં મળતા ટી.એચ.આર ના પેકેટ બાલશક્તિ,માતૃશક્તિ, પૂર્ણાશક્તિના પેકેટ અને સરગવામાંથી બનતી વાનગીનું કાર્યકર, લાભાર્થી માતાઓ અને કિશોરીઓ દ્વારા બનાવડાવીને વાનગી હરીફાઈનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.જેમા વિજેતા બહેનોને ઇનામ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.આ ઉત્સવમાં સીડીપીઓ ફાલ્ગુની બેન ચૌહાણ,આરોગ્ય સ્ટાફ ,ઘટકના પાપા પગલી , મુખ્ય સેવિકા,આંગણવાડી કાર્યકર-તેડાગર સહિત નગરજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Back to top button
error: Content is protected !!