હાલોલ:રોટરી ક્લબ ઓફ હાલોલ દ્વારા ફરી એક વાર સેવાકીય કાર્ય કરવામાં આવ્યુ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૮.૧.૨૦૨૫
રોટરી ક્લબ હાલોલ દ્વારા તારીખ ૬ જાન્યુઆરી ના રોજ ગૌશાળા ની ગાયોને લીલી ભાજી વિગેરે ઉતરાયણ નિમિત્તે જમાડ્યા બાદ બેક ટુ બેક બીજા દિવસે મુનિ આશ્રમ ગોરજ ખાતે માનસિક વિકલાંગ 110 દીકરીઓને તેમજ તેમની સાર સંભાળ રાખતા શિક્ષિકાઓ મળી કુલ 150 વ્યક્તિઓને તારીખ 7 જાન્યુઆરી મંગળવારના રોજ સવારે 11:00 કલાકે રોટરી ક્લબ ઓફ હાલોલ ના સભ્યો એ જાતે જઈને જમાડવાનું સેવાકીય કાર્ય આયોજન કરવામાં આવેલ હતું. આ સેવાયજ્ઞમાં રોટરી ક્લબ ઓફ હાલોલ ના પ્રમુખ રોટેરીયન હાર્દિક જોશીપુરા, ઇમિડીયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ પ્રદીપ પરીખ તથા અન્ય સભ્યોમાં રો. ડો. સંજય પટેલ, રો. રાકેશ શિહોરા, રો. રાહુલ જોશી પર્સનલી હાજર રહ્યા હતા .આ ભોજન અંગેનો ખર્ચ રોટરી ક્લબ ઓફ હાલોલ ના સેવાભાવી સભ્ય વિપુલભાઈ રાણાએ તેમના પુત્રના જન્મદિવસ નિમિત્તે સ્પોન્સર કરવામાં આવેલ હતો.











